.......#..... તુલસીવિવાહ.....#.....
તુલસી વિવાહ ખૂબ જ પવિત્ર અને ફળદાયી તહેવાર છે. આ દિવસે તુલસીના છોડને શાલીગ્રામ પથ્થર સાથે લગ્ન કરાવવામાં આવે છે. આ લગ્ન પણ અન્ય લગ્નની જેમ જ મનાવવામાં આવે છે. નવા કપડા પહેરાવે છે મંડપ સજાવે છે. તેમજ ફેરા પણ ફરતા હોય છે. અને જમણવાર પણ હોય છે.
તુલસીના છોડને લાલ ચુંદડી ઉઠાવવામાં આવે છે તેમ જ તેને સોળ શણગાર ચઢાવવામાં આવે છે. તેમજ અગ્નિ પ્રગટાવવામાં આવે છે.
શાલિગ્રામ અને તુલસીને હાથ પકડીને ફેરા ફરાવવામાં આવે છે.
લગ્ન પછી પ્રતિ ભોજનનો આયોજન કરવામાં આવે છે અને વિવાહ માં મહિલાઓ વીવાહ ગીત અને ભજન પણ ગાય છે.
તુલસી વિવાહ ની કથા:-
જાલંધર નામનો એક અસુર હતો. એ ખુબ જ અત્યાચારી અને નરાધમ હતો. પણ ભાગ્યાવશાત એની પત્ની "વૃંદા"ના પતિવ્રતા ધર્મ ને કારણે એ અજેય બની ગયો હતો. દેવતાઓ પણ એને જીતવાનાં અસમર્થ હતા. ત્યારે શ્રી હરિ વિષ્ણુ ભગવાને જાલંધર નું સ્વરુપ લઇ અને વૃંદાનો પતિવ્રતા ધર્મ ભંગ કર્યો. પરિણામે જાલંધર યુદ્ધમાં હણાયો. અને દેવતાઓ વિજયી થયા.
અહિંયા "વૃંદા "ને છળની જાણ થતાં,વિષ્ણુંજીને શ્રાપ આપ્યો,કે તમે અત્યારે જ પત્થર બની જાવ. ત્યારે શ્રી હરિ વિષ્ણુ ભગવાને કહ્યું કે,હે વૃંદા,આ તારા સતીત્વનું ફળ જ છે કે તું તુલસી બનીને મારી સાથે રહીશ.
શાલિગ્રામ અને તુલસીના વિવાહ એ ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીના વિવાહ નુ પ્રતીક માનવામાં આવે છે
જે મનુષ્ય તારી સાથે મારુ વિવાહ કરાવશે તે પરમ ઘામ ને પ્રાપ્ત થશે.
તુલસી વિવાહ નુ મહત્વ:-
- જો કોઈ તુલસી વિવાહ કરાવે છે તે વ્યક્તિને કન્યાદાન બરાબર ફળ પ્રાપ્ત થાય છે.
- તુલસી વિવાહ સંપન્ન કર્યા પછી વ્યક્તિને બધા જ પાપ નષ્ટ થાય છે.
- જે લોકો તુલસી વિવાહ કરાશે તે લોકોનો વ્યવહારિક જીવન સુખમય હોય છે.
- જે મનુષ્ય તુલસીવિવાહ કરાશે તેની ધરતી પર બધા સુખ પ્રાપ્ત થાય છે.
- તુલસી દરેકના ઘરમાં હોય છે તુલસીની સેવા અને પૂજા કરવુ એ મહાન પુણ્ય માનવામાં આવે છે.
- જે ઘરમાં તુલસીની પૂજા થતી હોય તે ઘર મા ક્યારે પણ ધન-ધાન્યની ખોટ નથી આવતી.
- જો કોઈ પણ છોકરી કે છોકરાના લગ્નમાં વિઘ્નો આવતા હોય તે લોકોએ તુલસીવિવાહ કરાવવો જોઈએ તેવું કરવાની અડચણ દૂર થાય છે.