મારા શ્યામના ચશ્મા ....
હા...એ મારો શ્યામ છે એટલે કામણગારો તો ખરો જ.પણ એથીય વધુ મને એની આંખો ગમે છે જેની પર ચઢાવેલા ચશ્મા મારા મનને કોરી ખાય છે .હા મને ઊંડે ઉતરવાનો માર્ગ કરી આપે છે .એકદમ તરબોળ થવાની મજા કદાચ તયાથી જ આવે છે.નજરના જામની તો નથી ખબર પણ એ મારુ ભાન ભુલાવી દે છે .સાવ ઘેલી કરી મુકે છે .અરે એની સામે વાંસળી એ ફિક્કી લાગે છે "શ્યામ તારા ચશ્મા મને બહુ ગમે છે" હા આંખોથી ર્હદય સુધી પહોંચવા માટે માર્ગ કરી આપતાં એ ચશ્મા ને હું કેમ કરી ભુલુ .કાળી ફ્રેમના એ ટ્રાન્સપરન્ટ ચશ્મા આમ તો ઘણા પાસે છે પણ મારા શ્યામના ચશ્મા નો ઓપ જ અલગ જ છે. કેટલા સોહે છે એના પર ....એની એ જાળી (મોટી) ફ્રેમ એના ગાલની શોભામાં વધારો કરે છે.ને વળી દાઢીને કેટલી compliment કરે છે હા એ ગૌરવર્ણી ત્વચા પર કાળા ચશ્મા એની ઘડી ઘડી નજર ઉતારે છે.પણ સાચુ કહુ તો મને એની ઈર્ષ્યા આવે છે.અહી જ્યાં હું એક નજર માટે ઝુરુ છુ એ લુચ્ચી ફ્રેમ કેવી રીતે વળગી રહે છે એને....
-અનુ સોની