શુપ્રભાત મિત્રો.. :)
આજે ઘણાં દિવસે કંઈક વાંચ્યું તો થયું કે થોડું લખી દવ
એક છોકરો હોય છે.. એનો રોજ નો નિત્યક્રમ કે સવારે ઉઠે એટલે ગાર્ડનમાં વોલ્કીંગ માટે નિકળે.. એને લોકોને ઓબસર્વ કરવાની એક ખૂબી હોય છે..
એ રોજે રોજ એક વ્રુધ્ધ ને ઓબસર્વ કરતો હોય છે, એ વ્રુધ્ધ ને જોઈને એણે મનમાં ઘણાં પ્રશ્નો ઉદ્ભવે છે. એક દિવસ એને એવું લાગ્યું કે મારે વ્રુધ્ધ જોડે વાર્તાલાપ કરવી છે.. ખબર નહીં પણ કેમ.. એનાથી રહેવાયુ નહીં અને એણે એક દિવસ હિમ્મત કરી અને એ વ્રુધ્ધ ને પ્રશ્ન કર્યો કે તમે તમારુ જીવન કંઈ રીતે જીવ્યા છો..?? કારણ કે હું રોજ જોવ છું તમને આઈ થિંગ હું 2 મન્થ થી જોવ છું તમને..
તમે રોજ આજ સીટ પર બેઠા હોવ છો.. દુરદુર સુધી ફક્ત આ આભને નિહાળ્યા કરો છો.. મને ઉત્સુકતા છે તમારા વિશે કંઈક જાણવાની કંઈક જણાવો તમારા વિશે..
એક પ્રશ્ન પણ છે મારા મનમાં કે શું તમે તમારુ જીવન શાંતિપૂર્ણ જીવ્યા છો.. ??
વૃધ્ધે જવાબ આપ્યો અને શાંતિ પૂર્વક કહ્યું, કે એવું નથી કે મારા જીવનમાં ચઢાવ ઉતાર નથી આવ્યા.. મેં મારા જીવન દરમ્યાન ઘણા સંબંધો બગડ્યા છે. ઘણા તૂટ્યા છે. છતાં હું એટલું કહી શકું કે હું મારા સંબંધોમાં વફાદાર પણ રહ્યો હતો.
સંબંધ સચવાય અને જિવાય તેની પાછળ એક વ્યક્તિ કારણભૂત નથી હોતી. બંને વ્યક્તિ જવાબદાર હોય છે. પછી એ મિત્ર હોય કે જીવનસાથી હોય કે કોઈ પણ અન્ય સંબંધ દાવ પર હોય ત્યારે આપણે એટલું જ વિચારવાનું હોય છે કે હું ખોટો તો નથી ને? હું સાચો તો છું ને? મારા થી કંઈ ખોટું તો નથી થતું ને? બીજાના કારણે કંઈ થાય તો એમાં હું કંઈ ન કરી શકું! પણ મારા પ્રયાસો પોઝિટિવ હતા
મારી દાનત બેદાગ હતી.. મારા ઇરાદા પણ નેક હતા.. પણ બેટા હું હજી અમુક પ્રશ્નો ના જવાબ શોધવાનો પ્રયત્ન કરતો હોવ છું..
અમુક સવાલોના જવાબ આપણે આપણી પાસેથી મેળવવાના હોય છે. અને એ જવાબો સાચા હોવા જોઈએ. દરેક માણસ પોતાની પાસેથી સાચા જવાબ નથી મેળવી શકતો. એ સારા અને પોતાની ફેવરના જવાબો શોધતો હોય છે. જે માણસને પોતાની પાસેથી જ સાચા જવાબ મેળવતા આવડે છે એ ખોટા રસ્તે જવાથી બચી જાય છે.