Gujarati Quote in Motivational by Kamlesh

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

......#.....રાવણ કેમ શિવ ભક્ત બન્યો...#...

સત્તાના મદમાં રાવણ ઉચ્છૃંખલ થઈ દેવતાઓ, ઋષિઓ, યક્ષો અને ગંધર્વોને અનેક પ્રકારે કષ્ટ દેવા લાગ્યો. એક વખત તેણે કુબેર પર ચઢાઈ કરી તેને યુદ્ધમાં પરાજિત કર્યો અને પોતાના વિજયની સ્મૃતિના રૂપમાં કુબેરના પુષ્પક વિમાન પર અધિકાર જમાવી લીધો. તે વિમાનનો વેગ મન સમાન તીવ્ર હતો. તે પોતાની ઉપર બેઠેલા લોકોની ઇચ્છાનુસાર નાનું કે મોટું રૂપ ધારણ કરી શકતું હતું. વિમાનમાં મણિ અને સોનાની સીડીઓ બનેલી હતી અને અગ્નિવત્ સોના સમાન ચળકતું આસન બનેલું હતું. તે વિમાન પર બેસી જ્યારે તે ‘શરવણ’ નામથી પ્રસિદ્ધ સરકણ્ડોના વિશાળ વનમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ભગવાન શંકરના સેવક નંદીશ્વરે તેને રોકતા કહ્યું કે,’દશગ્રીવ! આ વનમાં સ્થિત પર્વત પર ભગવાન શંકર ક્રીડા કરે છે, માટે અહીં બધા સુર, અસુર, યક્ષ આદિનો પ્રવેશ નિષેધ કરવામાં આવ્યો છે.’ નંદીશ્વરના વચનોથી ક્રોધિત થઈ રાવણ વિમાનમાંથી ઉતરી ભગવાન શંકર તરફ ચાલ્યો. તેને રોકવા માટે તેનાથી થોડેક દૂર હાથમાં ત્રિશૂળ લઈ નંદી શિવની જેમ ઊભો રહી ગયો. તે સમયે તેમનું મુખ વાનર સમાન લાગતું હતું. તેને જોઈ રાવણ ખડખડાટ હસી પડયો. આથી ક્રોધિત થઈ નંદી બોલ્યો કે,’દશાનન! તેં મારા વાનર રૂપની અવહેલના કરી છે, માટે તારા કુળનો નાશ કરવા માટે મારા સમાન પરાક્રમી રૂપ અને તેજથી સમ્પન્ન વાનર ઉત્પન્ન થશે.’ રાવણે આ વાત પર ધ્યાન જ ન આપ્યું અને બોલ્યો કે,’ જે પર્વતે મારી વિમાન યાત્રામાં વિઘ્ન પાડયું છે, આજે હું તેને જ ઉખાડી ફેંકીશ.’ આમ કહી તેણે પર્વતના નીચલા ભાગમાં હાથ નાખી તેને ઉપાડવાનો પ્રયત્ન કર્યો. જ્યારે પર્વત હલવા લાગ્યો તો ભગવાન શંકરે તે પર્વતને પોતાના પગના અંગૂઠાથી દબાવી દીધો આથી રાવણનો હાથ દબાઈ ગયો અને તે પીડાથી ચીસો પાડવા લાગ્યો.
જ્યારે તે કોઈ રીતે હાથ ન કાઢી શક્યો તો ભયભીત થઈને ભગવાન શંકરની સ્તુતિ અને ક્ષમા પ્રાર્થના કરવા લાગ્યો. આ સાંભળી ભગવાન શંકરે તેને માફ કરી દીધો અને તેની પ્રાર્થના કરવાથી તેને એક ચંદ્રહાસ નામનું ખડ્ગ પણ આપ્યું....
અને ત્યાર બાદ રાવણે મહાદેવ શિવશંકરનું "તાંડવ નૃત્ય " પણ જોયું... અને એના વર્ણન રુપે રાવણ રચિત શિવ તાંડવ ની ઉત્પત્તિ થઇ...

.......#......#......#.....#

જટાટવીગલજ્જલપ્રવાહપાવિતસ્‍થલે 
ગલેવલમ્‍બ્‍યલમ્‍બિતાંભુજંગતુંગમાલિકામ્‌. 

ડમડ્ડમડ્ડમડ્ડમન્નિનાદવડ્ડમર્વયં 
ચકારચંડતાંડવંતનોતુ નઃ શિવઃ શિવમ 1 

સઘન જટામંડલ રૂપ વનથી પ્રવાહિત થઈને શ્રી ગંગાજીની ધારાઓ જે શિવજીના પવિત્ર કંઠ પ્રદેશને પ્રક્ષાલિત (ધોવે) કરે છે, અને જેમના ગળામાં લાંબા લાંબા અને મોટા મોટા સાપોની માળાઓ લટકી રહી છે તેમજ જે શિવજી ડમરૂને ડમ-ડમ વગાડીને પ્રચંડ તાંડવ નૃત્‍ય કરે છે, તે શિવજી અમારૂ કલ્‍યાણ કરેં. 

Gujarati Motivational by Kamlesh : 111045947
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now