કોઈએ પૂછ્યું કેમ છો?
મેં કહ્યુ હું મોજમાં છુ ,
ને અમે મોજમાં છીએ ,
અને અમારા પણ મોજ માં છે !
મોજમાં હોવું એટલે શું ?
ઈશ્વર પાસે માંગેલું મળે ,ઈચ્છેલું
ફળે એટલે જ મોજ ?
કે પછી
મળેલું છે તેમાં જ પરિતૃપ્તિ
થવી એટલે મોજ ?
મોજની પરિભાષા તો
સ્થળ ,સમય અને વ્યક્તિ
પ્રમાણે બદલાતી રહેછે !
પરંતુ
હું જેમ છુ ,જેવો છુ
પણ મોજમાં છુ !!
અનિલ ભટ્ટ.