...#...માતૃભારતીના સંચાલકોને ટકોર...#...
...#...માતૃભારતી પરિવારને હાકલ...#...
...#...વિચિત્ર પોસ્ટ નો ઉકેલ...#...
બે દિવસ પહેંલાંની વાત છે.મને થોડી નવરાશ મળી,તો થયું કે લાવને પરિવારના હાલચાલ લઇ આવું.એટલે મેં માતૃભારતી"લોગ ઇન"કર્યું.બસ બધાંની એકથીએક ચડે એવી પોસ્ટ વાંચતો હતો,અને યુવા લેખકો પર ગર્વ કરતો હતો.એટલામાં મારા વ્હાલા"અભિ"ની કમેન્ટ આવી."મોટાભાઇ કેમ છો?". મેં મારો મિજાજી જવાબ આપ્યો,"હું હંમેશની જેમ જ મહાદેવની મસ્તીમાં એકદમ મસ્ત,તમે કેમછો બધાં?" જવાબમાં મને"ફરિયાદ"મળી.અને એ ફરિયાદ પર પગલાં લેવા ગઇકાલે અમે"સંયુકત પોસ્ટની"રચના કરી,ભલે આ વાતથી અભિ.અજાણ હતો એ વાત અલગ છે.કારણ કે મારો સ્વભાવ પણ હું ના મૂકી શકું ને,"વિકટ સમસ્યાને હસી-મજાકમાં ઉકેલવાનો", હા હા હા... તો બસ થઇ ગઇ "વિચિત્ર પોસ્ટની રચના". પ્રશ્ન પૂછાયા,ઉત્તર પણ મળ્યા.
હવે મુદ્દાની વાત પર આવું તો,અભિએ કહ્યું કે મોટાભાઇ આ"મલ્ટી એકાઉન્ટ અને ફેક આઇ.ડી." વાળાઓનો ઉપદ્રવ(ત્રાસ)વધતો જ જાય છે,અને જો આમ જ ચાલશે તો આ પરિવારને"વેરવિખેર"થતાં ઝાઝો સમય નહિં લાગે.
આ થઇ ફરિયાદ.
હવે આ સમસ્યાનું નિરાકરણ.
માતૃભારતી સંચાલકોને નમ્ર નિવેદન છે કે,આ "ફેક આઇ.ડી."વાળાઓને"સાઇબરક્રાઇમ એક્ટ"નો પરચો બતાવવો જ રહ્યો.આપણે અત્યાર લગી સમજાવીને,વઢીને,બ્લોક કરીને નાના-નાના હથિયારો વડે આ"દૈત્યોને"ખૂબ સમજાવ્યા.પણ"લાતો કે ભૂત, બાતોં સે નહીં માનતે",એ ન્યાયે હવે,"સાઇબરક્રાઇમ એક્ટ"રુપી"બ્રમ્હાસ્ત્ર"નો પરચો બતાવવો જ રહ્યો. બધી"ફેક આઇ ડી"ની ડિટેઇલ કાઢવામાં આવે,એમની દરેક કમેન્ટ્ અને હરકતોને પૂરાવા રુપે રજુ કરીને ગંભીર પગલાં લેવામાં આવે.જે કોઇને આ પરિવારમાં આવી,મિત્રતાની જગ્યાએ "ફ્રેન્ડશિપ"કરવાની કે ઉપદ્રવ મચાવીને આ પરિવારને તોડવાની ઇચ્છા થાય એમને જેલભેગા કરી"ફ્રેન્ડશિપ"નો એવો સ્વાદ ચખાડવામાં આવે કે આવી"ફ્રેન્ડશિપ"કરવાનો વિચાર સ્વપ્નેય ના આવે.નહિતર આ પરિવારને ખરેખર વેરવિખેર થતાં કોઇ નહીં રોકી શકે.
આપે આટલી મહેનત કરી આવું સુંદર-મઝાનું પ્લેટફોર્મ બનાવ્યું છે,એના પાયા આવા"અલેલટટ્ટુઓ"ના હલાવી શકે,એ વાત સ્મરણ કરાવવાનો સમય આવી ગયો છે.બસ એક ઊદાહરણ.વિડિયોની સાથે.અને બધાં "ફેક આઇ ડી" એનીમેળે જ બંધ.પણ હવે જોવાનું સંચાલકોને છે કે, બધું"ભેલાઇ"જાય એ પહેંલાં જાગવું કે નહીં.બસ આટલું જ.
...#....પરિવારને હાકલ...#...
વ્હાલાઓ,દરેક સમસ્યાનું આપણે સૌ સાથે મળીને નિરાકરણ કરીએ છીએ,તો આવી ગંભીર સમસ્યાની સામે કોઇ એક અવાજ ઉઠાવે છે,ત્યારે કેમ બે-ચાર જણ જ સાથ આપે છે?અરે ક્યારેક તો એકલો જ બીચારો લડીને થાકી જાય છે,કેમ આવું?ચોકલેટ,પિત્ઝાની કે પાર્ટીની વાત હોય ત્યારે બધાં વગર બોલાવ્યે ભેગા થઇ જાવ છો,તો આ સમયે ક્યાં ખોવાઇ જાવ છો?જ્યારે સૌના સાથની ખરેખર જરુર હોય છે?મેં જોયું કે,"નિરવ ભાઇ અને અભિ".આ ઉપદ્રવીઓ સામે લડતાં હતાં ત્યારે શું આ પરિવાર"મડદું "હોવાનો ડોળ કરીને નીચે સૂઇ ગયો હતો?કે પછી ઝાડ પર ચઢી ગયો હતો?મારા સુધી આવશે પછી વાત કાં?કોણ જીવ જોખમમાં મૂકે?વિંછી ડંખે ત્યાં આપણે ક્યાં હાથ માંડવો કાં?અરે વ્હાલાઓ"સુખમાં પાછડ અને દુ:ખમાં આગળ રહેવું"આ મિત્રતાનો કોલ,આપણે પ્રાથમિક શાળામાં સુવિચાર રુપે શિખ્યા હતાં,અને કહે છે કે"બાળપણની છાપ"મૃત્યુ પર્યંત નથી ભૂંસાતી,તો કેમ આનું વિપરીત થઇ રહ્યું છે?
હું કોઇ"કટાક્ષ કે દોષારોપણ"નથી કરી રહ્યો મિત્રો.બસ આપણે સૌએ એકથઇ આપણા ઘરની ગંદકીને જાતે જ સાફ કરવી પડશે,કોઇ બહારનું નહીં આવે.નહિતર"અંગ નો મેલ અંગ ને જ ખાય"એ ન્યાયે આ પરિવારનું"ખવાઇ"જવું નિશ્ચિત છે.બસ આટલું જ.
તો હવે બધાં એક થઇને ક્યાંય પણ,આવા ઉપદ્રવીઓ દેખાય એના પર તૂટી પડો,અને"છઠ્ઠીનું ધાવણ"યાદ અપાવી દો,એના ઘરમાં પણ"માઁ -દિકરીની"આવી જ દશા છે કે શું?એવા ધારદાર પ્રશ્નો વડે વિંધી નાખો.
કોઇ"વિંછું કે કોઇ રીંછ,"આમ આ પરિવારની"એકતા અને અખંડતાના"પાયા હલાવી ના શકે.એ બતાવી દો.
અને હાઁ અંતમાં,"પેલી વિચિત્ર પોસ્ટનો ઉકેલ"આપવાની જરૂર ખરી હવે? ના ને? હા હા હા
......જય ભોળાનાથ.....
.....હર હર મહાદેવ.....હર.....