આજ શુ થાય !કોઈ કોઈ ને પૂછવાવાળું નથી,
આંસુ હોય કે આંગણું કોઈ એને લૂછવાવાળું નથી.
તમે થાઓ માનવ કે દાનવ કોઈ રોકવાવાળું નથી ,
થાય માન કે દાન કંઈજ કોઈ કરવાવાળું નથી.
કોને કહેવું શુ !!કેવી રીતે આજ કોઈ સમજવાવાળું નથી,
પ્રેમ,લાગણી ,ભાવ ભૂલી જનારાઓ ,આ ભગવાન ના હાથે માર ખાતા કોઈ બચવાવાળું નથી.