# LoveYouMummy
આદરણીય બા,
આ પત્ર તમારા 'અભિગમ' પ્રત્યેના આદર રૂપે લખુ છુ. આજે અમારા ઉત્કૃષ્ટ ઉછેર પછી તમે 'મા'માથી 'સાસુમા' બન્યા છો. વહુના કામમાં 'ચંચુપાત' નહીં, તેની સાથે 'ચર્ચા' કરવાનો તમારો 'અભિગમ' જ છે કે બે દિકરીઓ વહુ કે દેરાણી-જેઠાણી નહીં બે બહેનોની જેમ રહે છે. આ તમારો સ્નેહ છે કે ઘરમાંથી જુદા નહીં જવા માટેનો મીઠો ઝઘડો થાય છે અને બંનેને 'પરાણે' પિયર મોકલવી પડે છે. આવો અભિગમ રહે તો કોઈ દિકરો-વહુ ઘર છોડીને જુદા ન જાય અને કદાચ સાસુમા શબ્દ જ શબ્દકોશમાથી કાઢી નાખવો પડે.
આપના વાત્સલ્યની મીઠી હૂંફમા...
જયશ્રી કૃષ્ણ
કુણાલસિંહ ચૌહાણ 'કમળ'