To,
My Dear Mother,
જો દુનિયાના બધા સમુદ્રોના પાણી ની શાહી બનાવવામાં આવે, બધા વૃક્ષોની ડાળીઓની કલમ બનાવવામાં આવે અને કયામત સુધી લખવામાં આવે તો પણ આપણે પરમ કૃપાળુ ઈશ્વરની સ્તુતિ લખી શકતા નથી.
જેની તુલના ઈશ્વર સાથે કરવામાં આવે છે તે ‘માં’. અને એટલે જ કદાચ કહેવાય કે ‘ઈશ્વર બધે પહોંચી શકતો નહી હોય એટલે એણે માતાનું સર્જન કર્યું હશે’! !!!!
વાત્સલ્યની મૂર્તિ એટલે માં, માં એટલે વાત્સલ્યની મૂર્તિ.
બાળકને જન્મ આપવાથી લઈને જીવનપર્યત જેના પ્રેમમાં ક્યારેય ઓટ આવતી તે માં. જન્મથી સુયોગ્ય જીવનનું ઘડતર કરવામાં સુધી માતાનો ફાળો અમુલ્ય છે. બાળકના જન્મ બાદ જો પ્રથમ શબ્દ બાળક બોલતો હોય તો તે ‘માં’ છે જગતમાં સૌ સગા સ્નેહીજનો વચ્ચે માતાની ત્યાગનીમૂર્તિ, બલિદાનની મૂર્તિ, સૌજન્યનીમૂર્તિ અને પ્રેમ/ત્યાગનીમૂર્તિ પૂનમના ચાંદ જેવી ઝળહળે છે.
કવિ બોટાદકરે પોતાની કવિતામાં કહ્યું છે કે, “જનનીની જોડ સખી નહિ જડે રે લોલ !
માતા એ માતા જ છે. માતા ગરીબ ઘરની હોય કે શ્રીમંત ઘરની.. એના વાત્ય્સલયનુ ઝરણું તો અખૂટપણે વહ્યા જ કરે છે. વળી બાળક હ્રષ્ટપુષ્ટ અને દેખાવડુ જ હોય એ કાઈ જરૂરી નથી.