#LoveYouMummy
મમ્મી ઓ મમ્મી...
આમ વિહવળ બની આજુ બાજુ માં ના શોધ...!!! હું...છું, તારી અજન્મી દીકરી... તારો જ હિસ્સો...તારી અંદર થી જ બોલું છું...!!! તું ડાયરી લખવા બેઠી છે ને...!? આજે તું એમાં મારો અવાજ ના લખે...??? મારે એક પત્ર લખવો છે તને...શું તું મારી આ આખરી ઈચ્છા પૂરી નહીં કરે...!? કાલે તો હું હંમેશ માટે તારી આ કુખ છોડી ને જવાની છું...!!! પણ મમ્મી તું મારી ચિંતા ના કરતી. મને તારા માટે કોઈ ફરિયાદ નથી...!!! મેં એ બધી વાત સાંભળી છે અને મને ખબર છે કે પરિવાર માં બધા મને ભાર સમજે છે, એટલે જ બધા ને મારાથી છુટકારો જોઈ એ છે...!!! મને એ પણ ખબર છે તેં ખુબ લડત આપી મારા માટે પણ આખરે તો તું પણ એક સ્ત્રી જ ને...!? હારી ગઈ પપ્પા ની જીદ સામે. મમ્મી હું ભગવાન જી ને કહીશ કે હવે મને તારો દીકરો બનાવી ને મોકલે તો જ હું તારા આ ઘાવ પર મલમ લગાવી શકીશ, જે મારા લીધે તને મળ્યા છે...!!! તું બિલકુલ હિંમત ના હારતી...થોડા જ સમય માં જોજે ને વિધાતા જોડે લડી ને તારો દીકરો બનીને પાછી જ આવું છું...!!! પછી કોઈ આપણને અલગ નહીં કરે...તું કોઈ અનુચિત પગલું તો નહીં ભરે ને...!? રાહ જોઇશ ને મારી ???