Gujarati Quote in Story by Sindhav Kamlesh

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#loveyoumummy

પ્રિય માં

મારી મા અને જગતની તમામ મા વિશે થોડુ લખુશુ.

જગતમાં દરેક મહાન પુરુષોના જીવન ઘડતરમાં તેમની માતાનો ફાળો અનન્ય અને અનમોલ રહ્યો છે. તે બાળકની પ્રેરણાદાત્રીની છે. નેપોલિયન જેવાને કહેવું પડેલું કે, “ એકમાતા એ સૌ શિક્ષકની ગરજ સારે છે.” માતા સંતાનના ચારિત્ર્યનું ઘડતર કરે છે,તે થકી સમાજનું અને રાષ્ટ્રનું ઘડતર થાય છે. આ “મા ”બનવુ પણ સહેલુ નથી કારણકે નવ માસના ગર્ભધાન પછી આકરી પ્રસૂતિની પીડા અને શિશુપાલનની અઢળક જવાબદારી એ અનેક બલિદાન માંગી લે છે. અને આ બધુ એક સંપૂર્ણ નિસ્વાર્થ ભાવનાથી માત્ર પોતાના દેવના દીધેલા માટે.....!!આટલુ જતન કરીને વખત આવે તો પેટે પાટા બાંધીને પુત્રનુ જતન કરનાર માતાને ઘડપણમાં જો પુત્ર તરફથી પ્રેમને બદલે તિરસ્કાર, સહારાને બદલે અપમાન મળે અને મદદને બદલે કુવચનો સાંભળવા મળે તો એ પુત્રને પુત્ર કહેવો કે પત્થર ? આટલુ થવા છતા માતા કાયમ પોતાના દીકરાને આશીર્વાદ જ આપતી રહે છે. તેથી જ તો કહેવાય છે કે "છોરું કછોરું થાય પણ માતા કુમાતા ન થાય.

લી. તારો ટપુડો

Gujarati Story by Sindhav Kamlesh : 111042431
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now