# મારા ચંચળ મનનો એક માસૂમ સવાલ....#
દીકરીને જન્મથી જ પારકી થાપણ કહેતા મેં ઘણા લોકો ને સાંભળ્યા છે....
અને વહુ ને પણ પારકી માં જણી કહેતા ઘણા લોકોને મેં સાંભળ્યા છે....
એટલે કે ટૂંક માં એમ જ થયું કે,
એક સ્ત્રી નથી પિયરની હોતી કે નથી સાસરી ની....
એ હંમેશા પારકી જ રહે છે....
તો પછી લોકો એના પર કેમ પોતાનો હક જમાવતા હોય છે...??
કેમ એને ખુલ્લા આકાશમાં ઉડવા દેવા માં નથી આવતી...??
અને જો ઉડવા દે તો પણ એક પાતળી સાંકળ ચોક્કસ રીતે પગ મા બંધવામાં આવે છે કેમ...??
#સાંઈ સુમિરન....