#Loveyoumummy
પરમ પ્રિય મમ્મી
તારી બહુ જ યાદ સતાવે છે. સવાર ના ઉઠતાં જ હું ભૂલી જાઉં છું કે તું અહિયાં નથી તે મને ખેતરમા મજુરી કરીને ભણાવ્યો,મને નોકરી અપાવવામા તારો બહુ મોટો ફાળો છે,હા મમ્મી હુ તને મારા પ્રથમ ગૂરૂ માનુ છુ।
તે મને હજાર ખરાબ વસ્તુમાં ક્યાંક કશું સારું હોય એવી સોચ આપી છે. તું કહે છે, ‘જીવનમાં ત્રણ વાત યાદ રાખ. ચાલશે, ફાવશે, દોડશે એમ વિચારી દરેક પરિસ્થિતિ સામે લડી લેવાનું.’ તે મને માણસ બનતા શીખવ્યું છે.હું નાનો હતો ત્યારે રોજ સ્કૂલમાં પેન્સિલ, રબર, દેસીહિસાબ ને ઘણી વાર તો ચપ્પલ પણ ખોઈને આવતો,મમ્મી હંમેશા તને હુ ફરિયાદ કરતો, પપ્પા સામે ના બોલી શકુ તે તને જ કહેતો પણ દરેક વખતે તારી પાસે સોલ્યુશન હોય જ.
મા અનોખી કેમ હોય છે? તારી ભીની આંખોમાં જવાબ છે, પણ હું એ દુનિયાને નહીં કહું, કેમ કે એ ભીની આંખોવાળી કલ્પના મારી મમ્મી છે ને એ જવાબ પણ .
આ તારા માટે મમ્મી : -
‘હું તો બસ તને શબ્દોથી સજાવી શકું 'મમ્મી' ભગવાને તો ખૂદ તને સ્વર્ગ બનાવી રાખી છે.
તારો પડછાયો,
પરેશ