Gujarati Quote in Motivational by Kamlesh

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

....#... સ્વને ઇશ્વરમય બનાવીયે...#....

ખરેખર?
આવું બની શકે??
હાસ્તો વળીને... કેમ નહિં...

એ વળી કઇ રીતે?
ચાલો મારી સાથે મંદિરમાં...

શું ફાંકા મારો છો તમેય... હું તો સમજણ નહોતી આવી ત્યારથી મંદિરમાં જાઉં છું... મને તો કદિયે આવી અનુભૂતિ ના થઇ...

તો હવે એકવાર મારી રીતે મંદિરમાં જજો...શું ખબર ક્યાંક આજે કંઈક જુદીજ અનુભૂતિ થાય...

છે મંજૂર?

રોજ તો તમારી રીતે તો એક-બે વાર ઘંટ મારી,બે હાથ જોડી મૂર્તિને ધક્કામુક્કીમાં જોઇ ના જોઇ કરીને બહાર આવતા રહો જ છો ને? તો આજે મારી રીતે, આપની ખાતર? શું કહો છો? થઇ જાય???

તો ચાલો... બેસવું હોય એ બેસી જાજો, ગાડી ઊપડી જાય છે....
દુનિયાભરની ઊપાધીઓ,વિચારો નો ભાર લઇને સૌ મંદિરમાં પ્રવેશતા હોય છે,તો આવામાં એકાગ્રતા ક્યાંથી આવે? ઘણાં તો એવા છે કે,બે હાથ જોડી અને આંખો બંધ કરી ઇશ્વરને કહેવા કંઈક જાય અને કહી કંઈક બીજું જ દે... અથવા તો કહી જ ના શકે...
તો સૌ પ્રથમ જેવા તમે મંદિમાં પ્રવેશ કરો ત્યારે ત્યાં ઘંટ હશે એ ઘંટ ને આંખો બંધ કરીને જોરથી એકવાર વગાડજો... ધ્વની આવશે, ટનનનનનનનનન....
આ ધ્વનીને આંખો બંધ રાખીને આખે આખી પૂરી થાય ત્યાં લગી સાંભળવાની...(અંતર મનથી પી જવાની) આ ક્રિયા ૩ વાર દોહરાવવી... તમને તમારું મન ૐકારનાદ થી ભરાઇ ગયેલું જણાશે... આ અનુભૂતિ થયા બાદ મંદિરના ગર્ભમાં જ્યાં તમારા ઇષ્ટની પ્રતિમા છે એને એકીટશે જુઓ... તમારા ઇષ્ટ છે એટલે એ દિવ્યાત્મા વિશે તમે મહદંશે જાણતા જ હશો... તો હવે આપ એ જે કંઇ પણ એમના વિશે જાણો છો એ એમને જ કહી સંભળાવો... પણ રજૂઆત એવી કરવી કે જાણે એ તમે પોતેજ છો... (દા.ત. - તમે શ્રી કૃષ્ણની પ્રતિમા સામે ઊભા છો તો સંવાદ કંઈક આવો હશે - " ઇન્દ્રદેવ કોપાયમાન થયા ત્યારે મેં કેવો ગોવર્ધન પર્વત ઊપાડ્યો હતો, એય પાછો ટચલી આંગળી પર"...) આમ તમે એ પરમ-આત્મા વિશે જે કંઇ જાણો છો એ તમારી આત્માથકી એકાકાર (લિંક)કરતા જાવ. જો જો એક સમય એવો આવશે કે તમારી આત્મા અને એ પરમ-આત્મા બંન્ને એકરુપ થઇ જાશે... પછી કોણ ભક્તને કોણ ભગવાન? ભક્ત કહો તો ભગવાન અને ભગવાન કહો તો ભક્ત હુંકારા ભરશે...આ છે "પ્રાણ પ્રતિષ્ઠા" કરેલી મૂર્તિનું ખરું કાર્ય... એક સામાન્ય આત્માને પરમાત્મા સાથે જોડવાનું માધ્યમ એટલે "પ્રાણ પ્રતિષ્ઠીત" મૂર્તિ...
તો આજે કેટલાં જશે? આ પ્રાચિન કે પછી નવી રીતે મંદિરમાં?...
અને સ્વાનુભવ જરુર કહેજો હો...
કારણ કે, આ નવા અનુભવો પણ અજબ-ગજબ હશે... જેમકે, તમે ઘંટ વગાડ્યો અને આંખો બંધ રાખીને સાંભળવા ગયા કે બીજું કોઇ આવી "ટન ટન ટન ટનટન" એક સામટા ચાર-પાંચ ટંકારા કરીને ચાલ્યું જાય, એવું પણ બને... પણ મન શાંત રાખવું.. કહે છે ને કે હંમેશા શરુઆત કરવી જ મુશ્કિલ હોય છે, પછી તો એમ થાય કે ઓહ! આ તો સાવ સરળ છે... બસ કંઈક એવું જ... સંયમ જાળવી રાખજો...
"સ્વને ઇશ્વરમય બનતા કોઇ તાકાત નહિં રોકી શકે...."
તો મળીયે આવતી કાલે... આપના નવા અનુભવો સાથે...
ત્યાં લગી...
જય ભોળાનાથ....
હર હર મહાદેવ... હર...

Gujarati Motivational by Kamlesh : 111041953
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now