દિલ ખોલીને કહું છું, પ્રેમ કરુછું
તારી કોઇ વાતને નહિ, તને જ કરુછું
જાણુંછું અઘરો છે, શબ્દ આ નાનો
છતાં ગુનો હું આ એક વારંવાર કરુછું
શાંત દરિયો છે તુ આ તોફાનને તરસતો
જીદથી જ મારી તને બેફામ કરુછું
પથ્થર ને મીણનો સંબંધ ક્યાં શોધવો?
દર્પણથી ફરી હું તકરાર કરુછું
ખ્વાબથી આમ તો આ બહુ દુર છે હકીકત
તારા માટે જ તો તને હું દુર કરુછું
વહાવી રક્ત કરુછું ઉઝરડા હ્રદય પર
થઇ ફના હવે હું તને ભગવાન કરુછું