## તું જગતનો તાત ##
તું જગતનો તાત ને તુ જગતનો નાથ!!
તારા થકી જ ચાલે જગત આખું!!
આ કાળ ઝાળ ગરમીમાં ,
કડકડતી ઠંડીમાં તુજ કરી શકે ખેતરમાં કામ!!
તેથી જ તું જગતનો તાત ને તુ જગતનો નાથ!!...
તારી વેદનાને તુ જ જાણે ,નથી તુ બેરહેમ!!
આખા જગતને પેટ તુ ભરતો!!
નથી અભિમાન તને ક્યારેય એ વાતનું!!
લાખ લાખ વંદન હે જગત તાત તને!!
તું જગતનો તાત ને તુ જગતનો નાથ!!.....
એક દરિયાદિલ ભગવાનને બીજો એક તું!!
એક જગતનો નાથને એક તુ જગતનો તાત!!
તેથી જ જય જવાન સાથે જય જવાન તું છે!!
તું જગતનો તાત ને તુ જગતનો નાથ!!...........
-mahender