ભગવાન દરેકનો હોયછે
માણસ ગરીબ હોય તેનો પણ હોયછે ને અમીર હોય તેનો પણ હોયછે પણ એવું નથી કે જે ભક્તિ કરે તેનો જ ભગવાન હોયછે ને જે ભક્તિ નથી કરતો તેનો ભગવાન નથી હોતો!
આમ સમજવું આપણી એક મોટી ભુલ હોયછે મંદિરમાં દર્શન કરતી વખતે "હે રામ" બોલનાર ભકત પણ એક ભકત જ કહેવાય ને બિમારીમાં અસહાય દુ:ખથી
"હે રામ" બોલનારો પણ એક ભકત જ કહેવાય...
ચાહે મંદિરમાં ભજન કરતી વખતે ભગવાનનું નામ લો કે રસ્તામાં ચાલતા ચાલતા ભગવાનનું નામ લો કે પછી ઘરે પોતાના નાના મંદિરમાં ભગવાનનું નામ લો દરેક ને ભક્તિનું ફળ એક સરખું જ મળે છે આમાં કોઇ નાસ્તિક હોતું નથી
દરેક જણ પોતપોતાની જગ્યાએ આસ્તિક જ હોયછે.
જેને જેવો મળે સમય તેમ ભગવાનની ભક્તિ કરતા હોયછે ઓછો સમય ઓછી ભક્તિ વધુ સમય વધુ ભક્તિ ગમે તે પણ દરેક ભક્તિમાં તમારુ મન ને દિલ સાફ હોવુ જોઈએ ને મન મેલું ને દિલ નાનું રાખો તો તમે કરેલી આખા દિવસની ભક્તિ નહિ બરાબર જ હોયછે પણ મન ને દિલ સાફ રાખીને કરેલી ભક્તિ ભલે ને તે અડધા કલાકની હોય પણ એજ સાચી ભક્તિ કહી શકાય...
ઢોલ નગારા તો આજ કાલ ઇલેકટ્રીકથી પણ વાગે છે આરતી ને તાલી પણ એક સમય ઇલેકટ્રીક વાળી આવી જશે તો પછી આપણુ શું કામ મંદિરમાં જઇને!
જો બધું જ ઇલેકટ્રીક આવી જશે તો મંદિરોમાં માણસોનું શા કામ! બસ એક સ્વીચથી બધુ ધમધમાટ વાગવાનું ચાલું થઈ જતું હોય તો!
ટુંકમાં મંદિર એ પિકનીકનું સ્થળ નથી પણ ભગવાનના દર્શન કરવાનું પવિત્ર સ્થળ છે દિવસમાં ચાર વાર ના જાવ તો એક વાર જરુર જવુ જોઇએ પણ જો તમારી તબિયત સારી હોય ને હાથ પગ સલામત ને તંદુરસ્ત હોય તો...ખરેખર જવું જોઇએ.
ભગવાનની ભક્તિ વગર આપણો કોઇ જ ઉધ્ધાર નથી જીંદગી શાન્તિ ને સુખમય પસાર કરવી હોય તો મંદિરે જવુ આવશ્યક બની જાયછે.