આતો તારી લાગણીઓ થી બંધાઈ છું...
બાકી માણસ તો હુંય આઝાદ જ છું....
આતો તારા સ્નેહ થી રોકાઈ છું..
બાકી માણસ તો હુંય મતલબી જ છું...
આતો તારી વાતો થી ભરમાઈ છું..
બાકી માણસ તો હુંય બુદ્ધિશાળી જ છું..
આતો તારી નજર થી શરમાઈ છું..
બાકી માણસ તો હુંય બેશરમ જ છું...
આતો તારી કરામત થી અંજાઈ છું...
બાકી માણસ તો હુંય જાદુગર જ છું...