પંજાબ રાજયમાં..
એ દિવસ દશેરાનો હતો.?
લગભગ સાંજના સાત વાગ્યા હતા રેલ્વે ટ્રેકની બાજુમાં આવેલ એક ખાલી જગ્યા ઉપર રાવણનો અગ્નિ દાહ દેવાઇ રહ્યો હતો.? માણસોથી ખચાખચ મેદાન ભરાઇ ગયું હતું સૈ કોઇનું ધ્યાન એ બળતા રાવણના ઉચા પુતળા ઉપર હતું મેદાન નાનું હોવાથી ઘણા લોકો પોતાના નજીકમાં આવેલા મકાનોમાંથી એ દહન જોઇ રહ્યા હતા.?
ઘણા મકાનની અગાસીઓ ઉપર ચઢીને એ દહન જોઇ રહ્યા હતા તો ઘણા રેલ્વે ટ્રેકની વચ્ચે પણ ઉભા રહીને ખુશીથી એ રાવણનું અગ્ની દહન નિહાળી રહ્યા હતા એ સમયે એટલો અવાજ હતો કે બાજુમાં ઉભેલો માણસ કંઇ બોલે તે પણ સરખું સાંભળી શકાય તેમ ના હતું કારણ કે હજારોની માનવમેદની તેમજ રાવણના પુતળામાંથી નિકળતા એ ભયાનક દારુખાનાના અવાજો કાનના પરદાને ચીરી નાખતા હતા.?
સૈ કોઇ એ બળતા પુતળાને જોવામાં જ તલ્લીન હતા.?
ને અચાનક આ બાજુ રેલ્વે ટ્રેક ઉપર એક ધમધમતી સુપરફાસ્ટ ટ્રેન.?તેની કલાકના સો કિલોમીટરની ઝડપે તેનુ અંતર કાપી રહી હતી ને અમુક સેકંડમાં જ ટ્રેક ઉપર ? ઉભેલા ઘણા બધા માણસોને કાકડી ગાજર કપાઇ જાય તેમ તે લોકોને કાપતી આગળ ચાલી ગઇ...હે રામ.મરેલાઓને જરાય ખબર ના પડી કે ટ્રેન કયારે આવી ને અમારો ભોગ લેતી ગઇ...?
લગભગ સાઇઠ જણાનો ભોગ ઘડીના છઠ્ઠા ભાગમાં લેવાઇ ગયો કેટલાય લોકો તેની અડફેટથી ઘાયલ પણ થયા ને થોડાઘણા સજાગ લોકો બચી પણ ગયા...?
કોઇના માથાં કપાયા તો કોઇના પગ કપાયા તો કોઇના હાથ કપાયા તો કોઇના ઘડ કપાયા તો કોઇના પુરેપુરા શરીર કપાયા..
કયાં કોઇને ખબર હતી કે રાવણની સાથે સાથે અમારુ પણ આજ દિવસે ને એજ સમયે મોત થશે!?
પુરા ટ્રેક ઉપર લાશોના ઢગલા થઇ ગયા દરેકે દરેક જણના અંગો આમ ગમે તેમ વિખરાયેલા પડયા હતા જેઓએ તે ટુકડાઓ એક સાથે કર્યા હશે તેઓને તો રાતનું જમવાનું પણ નહિ ખવાયું હોય તેવો એક ભયાનક ચિતાર હતો એ લાશોનો..?
હશે કદાચ ભગવાનને આ પણ એક યોગ્ય પગલું લાગ્યું હશે..
પ્રભુ તેઓના આત્માઓને પરમ શાન્તિ આપે તેવી પ્રાથાઁના..?