ઘણી વાર આપણે કહેતા હોય કે આપણા પૂર્વજો ખોટા ન હોય. અંશત : સહમત. પૂર્વજો પણ ખોટા હોઈ શકે કારણ કે તેઓ માણસો હતા. તેઓ એ વિચારો, રૂઢિ, રિવાજોથી પ્રભાવિત હતા. અમુક રિવાજો સાચા, અમુક ખોટા પણ હતા. તેઓ અસ્પૃશ્યતામાં માનતા. બે ત્રણ સદી પહેલાનાં પૂર્વજો સતીપ્રથા, બાળલગ્નને સંસ્કૃતિનો ભાગ માનતા. શું એ સાચા હતા ? નહી ને ? આપણે પણ સો વર્ષ પછી આપણા વંશજોનાં પૂર્વજો જ હોવાનાં છીએ. માત્ર પૂર્વજ જ હોઈએ એટલે દર સંજોગોમાં સાચા નથી ઠરતા. આપણે જાતિવાદમાં માનીએ છીએ. શું આપણા વંશજો એને સાચા ઠરાવશે ? માટે વિચારધારાની યોગ્યતા બુદ્ધિપૂર્વક ચકાસો, માત્ર પૂર્વજો માનતા એટલે માની લેવું જરૂરી નથી.