સ્વર્ગેથી ફેંકાયેલા વસુઓના આંસુએ,
કલમને કઈ ભીનું ભીનું લાગે,
કઈ કેટલુંય સમજાવું પણ ન આગળ એ ચાલે,
છપન્ન વા કોઈ કાળ ને ચીતરવાને કાજે,
હસ્તરેખાઓ બદલું કોઈ "કાળું ને જીવી" ની, એ લાલચે,
ઘસુ એને કાગળની પીઠ પર, તોય એ ઉંહકારા ભણે,
માસુકા હોય કોઈ શાયરની એમ,
નખરાળી આંખ ના ઉલાળા બતાવે,
નવડાવું શાહીના ખડીયામાં કે કરું રિફિલ એને,
તોય કહે, નવો ભાવ કોઈ લાવ,
પ્રેમ ને નફરત, વેદના ને કરુણા
બહુ ચિતરી મેં સૌ કાજે,
હવે સળગવું નથી એની એ જ આગે....