સંબંધ.....
બહુ અટપટો શબ્દ....
નજીકના સંબંધ અને દૂરના સબંધ....
નજીક ના સંબંધ માં આત્મીયતા ન હોય તો ય સાચવવા પડે...
દૂરના સંબંધ દિલના હોય...તો ય કાળજી નથી લઈ શકાતી...
આ સમાજ ....એવું કંઈ ન જુએ..
લોહીના સંબંધ ને અગ્રતા...પછી ભલે લાગણીની ભીનાશ ન હોય..!
કેટલી જાત ના સંબંધ હોય છે !
લોહીના સંબંધ માં અશ્રુ નો સંબંધ ન પણ હોય...
કોઈને ખભે શિર રાખી રડી શકાય તેવો કોઈ ખંભો હોય ..તે અશ્રુ નો સંબંધ કોઈ વિરલા ને સાંપડે છે...બાકીના ને તો આંશુ વહાવવા કોઈ ખૂણો કે બાથરૂમ જ શોધવો પડે છે..
જ્યારે આંખમાંથી વેદના ટપકે અને પીગળે બીજું કોઈ ...એ સંબંધ જ સાચા સ્વરૂપે જીવાતો હોય છે...
કેટલાક સંબંધ કામના હોય છે...
કેટલાક નકામા હોય છે...
પણ કેટલાક તો ફક્ત નામના જ હોય છે..
અત્યારે તો સંબંધ પણ એક વ્યવસાયિક સ્વરૂપ નો થઈ ગયો છે...
જો કોઈ કામ મા આવી શકે તેવું હોય તેની સાથે સંબંધ રાખવો...એવું ગણતરીથી બંધાતા હોય છે સંબંધ....!!
સાચવવા પડે અને રાખવા પડે ...એવા સંબંધ વધી ગયા છે..કોઈ ને ત્યાં કામ પડે એટલે જવું....
પણ મન થાય મળવાનું અને જઈએ...એવા સબંધ કેટલા ???
સંબંધોમાં કૃત્રીમતા વધી ગઈ છે...
એક બોજ આવી ગયો છે દિલ પર ....આ કૃત્રિમ સંબંધ સાચવવાનો....!
કોઈ સારી રીતે હસે કે વાત કરે તો ય શંકા જાય કે "આ માં કાઈ સ્વાર્થ તો નહીં હોય ને ?"...સાચા અને પ્રામાણિક સબંધ રાખવો હોય તો શંકા અને ડર ને અલવિદા કહિ દો...
જે વગર બોલ્યે તમારા મૌન ની ભાષા સમજી જાય તેવો સંબંધ જેની પાસે હોય તે ઈશ્વર ની સૌથી નિકટ છે..
તે ખુશનસીબ હોય છે.....
દરેક નજીકના સંબંધ દિલ થી નજીક નથી હોતા...
દરેક દૂરના સંબંધ દિલ માં જીવાતા હોય તેટલા નિકટતમ હોઈ શકે છે..
અને લોહીના દરેક સંબંધ ગાઢ નથી હોતા...
જ્યાં સંબંધ "સચવાતો " ન હોય...
પણ "જીવાતો " હોય...
એ જ સાચો ...નિસ્વાર્થ અને પવિત્ર સંબંધ...
જેનું કદાચ કોઈ નામ ન હોય ...પણ...
ઈશ્વર ની મહોર છપાયેલ હોય છે ત્યાં...
આવા જીવતા સંબંધ થકી જ જિંદગી જીવાતી હોય છે...
બાકી જીવતા નિર્જીવો ની સંખ્યા વધતી જ રહી છે આ જગતમાં...?????????????