જીવનનો રહેશે એક જ હેતુ,

આપણી લાગણીઓ નો રહેશે આમ જ સેતુ..!!

રહેશે આમજ આપણા અવિરત સાથનો હેતુ,

આ પૂર્ણતામાં અતુલ્ય સંગાથ નો સેતુ..!!

દિલમાં રહેશે આપણા ધબકારા નો હેતુ,

એ જ રહેશે એકબીજા માટે ધબકવા નો સેતુ..!!


#sweetbeatfrdzzzzz

Gujarati Shayri by ધબકાર... : 111039648
ધબકાર... 8 year ago

વાહ... આમતો હું તને આંખોથી ઓઝલ કરીશ નહીં...કરીશ તો એ હું તને સમાવી લઈશ મારા અસ્તિત્વમાં...એવી રીતે જેમ મારી રગ માં આ લોહી વહે એમ આ અસ્તિત્વમાં...

Simran Jatin Patel 8 year ago

તારા નયનો માં નીર બની રહીશ હું.... વહીસ તોય હોઠે આવતા બની જઈશ સ્મિત..... ભળી જઈશ એવી કે..... એની ખારાશ પણ તને લાગશે મીઠી....

ધબકાર... 8 year ago

તારા આ પ્રેમમાં મને સરખી બરબારી મળશે ને....!!! તારો આ લાગણીઓનો હેતુ મારામાં ભળશે ને...!!!

Simran Jatin Patel 8 year ago

પામવા જ હું આ લાગણીઓ વ્હાવતી હોય તો.... મારો નિઃસ્વાર્થ પ્રેમ ખોટો પડે ને.... હું પામવા નય પણ સમજવા અને સમજાવવા પ્રેમ કરું છું....

ધબકાર... 8 year ago

@seem...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

ધબકાર... 8 year ago

રોકી તો ના જ શકાય આ તારા લાગણીઓના ઝરણા ને...પણ ક્યાંક એ તો જોવું જ રહ્યું કે એ લાગણીઓ પામી શકે એ યોગ્યતા ક્યાંથી તું મારામાં શોધીશ...

Simran Jatin Patel 8 year ago

☺ કેમ કરી રાખું કાબુ માં આ અવિરત વહેતા લાગણીઓના ઝરણાને.... તું જ કે ને..... હું એને રોકી કેમ કરી જીવી શકીશ.... એ જ તો મને બનાવે છે.... પડેપળે જીવંત.....

ધબકાર... 8 year ago

વાહ....અદ્ભૂત...યાર....આ તમારી લાગણીઓથી તો કોઈપણ પોતાની જીવંતતા થી જીવી ઊઠે, તો હું તો સામાન્ય માનવ આ લાગણીઓ ને કઈ રીતે જીરવી શકું...

Simran Jatin Patel 8 year ago

તારા હાથમાં રેસે મારો જ હાથ..... સમય ભલે બદલ્યા કરે.... નિત નવા રંગ..... રડે તું તો હું સ્મિત લાવી દઉં તારા મુખે પળમાં... હસે તું તો હું ય રડતી આંખે મલકી ઉઠું....☺

ધબકાર... 8 year ago

સોનેરી સવાર હોય કે વેદનાની કાળી રાત...શું તું દરેક પળ સાથ આપી આ લાગણીઓ ના અર્પી શકે...આ સમયને સતત સાથના અહેસાસથી ના ભરી શકે...!!

Simran Jatin Patel 8 year ago

લાગણીઓની મીઠી સોનેરી સવાર તારી.... ને વેદનાની કાળી રાત મારી..... સવારે આવું બની તીતલી... ને રાતે આવું મને જુગનુ....

ધબકાર... 8 year ago

હા...હું આમજ સીચતો રહીશ આ લાગણીઓ...મીઠી મીઠી...આ પ્રેમ અંકુર માંથી શું ખીલી ઉઠશે કોઈ સોડમ નવી સવારમાં...

ધબકાર... 8 year ago

હા...હું આમજ સીચતો રહીશ આ લાગણીઓ...મીઠી મીઠી...આ premakur

Simran Jatin Patel 8 year ago

વાવણી કરું હું.... પ્રેમાંકુર ની....તું એમાં સીંચતો રે સદાય.... લાગણીઓ..... મીઠી મીઠી.....

ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર...@shefali...@tiya...

ધબકાર... 8 year ago

@seem...બસ એ જ લાગણીઓ વહેંચવી છે...વાવણી કરવી છે...

Tiya 8 year ago

wah mast rohitbhai ...@ didu ...

Shefali 8 year ago

વાહ સીમ એન્ડ રોહિત...

Shefali 8 year ago

ખૂબ સુંદર...

Simran Jatin Patel 8 year ago

શ્વાસે શ્વાસે બસ એક જ એહસાસ.... લાગણીઓ જ લાગણીઓ....

ધબકાર... 8 year ago

વાહ...ચાલો આ પ્રયત્ન પણ કરી જોઇએ...ઇતિહાસ શું બનશે એથી વધુ આ લાગણીઓનો અહેસાસ આજીવન માટે ભરી લઈએ...

Simran Jatin Patel 8 year ago

મારુ દિલ નથી કોઈ દરિયો.... એ તો છે..... એક મીઠું ઝરણું.... લાગણીઓનું.... જે વહ્યા કરે છે અવિરત....

હરિ... 8 year ago

mast....bhai...simmi di.....aju aagad vachvu che...chalu karo...aa lagni na dariya ma swas viswas no setu...

Simran Jatin Patel 8 year ago

સ્વાર્થ ના તો સૌ કોઈ સગા.... ચલ બનીએ આજ નિઃસ્વાર્થ સગા.... રચીએ નવીન ઇતિહાસ.... શ્વાસમાં ભરી લઈએ... આ લાગણીઓની મીઠાશ....

ધબકાર... 8 year ago

નિ:સ્વાર્થ બની શકાય તો તો મારું જીવન એક નવા અધ્યાયને આંબી જાય....પણ આજીવન આ લાગણીઓ અક્બંધ રાખીશું એને નિ:સ્વાર્થ બનાવવાનો પ્રયત્ન તો કરી લઉં...લાવને આ લાગણીઓ ને જીવનમાં ભરી લઉં...

Simran Jatin Patel 8 year ago

એકએક શ્વાસે એકએક લાગણીઓ વ્હાવતા રહીએ નિઃસ્વાર્થ..... મનના એક ખૂણે રાખશું અંકબંધ આ યાદો....

ધબકાર... 8 year ago

શ્વાસ વગર તો વિશ્વાસ (વિ+શ્વાસ) નું અસ્તિત્વ નથી...તો આ લાગણીઓ વગરના જીવનનું શું મોલ...આ અણમોલ સંબંધ રહે લાગણીઓ સાથે અક્બંધ એવું કાંઈ કરી લઈએ...

Simran Jatin Patel 8 year ago

હર શ્વાસ માં આશ ભરી છે વિશ્વાસની...... ચાહ એક જ છે લાગણીઓની....

ધબકાર... 8 year ago

આ જ વિશ્વાસ ને શ્વાસમાં ભરી લઈએ...શ્વાસ ચાલે ત્યાં સુધી તો ચાલને આ લાગણીઓ ને વરી લઈએ...

Simran Jatin Patel 8 year ago

હા છે અતૂટ વિશ્વાસ.... થશે સિદ્ધ આ હેતુ....

ધબકાર... 8 year ago

વાહ...@seem...આ લાગણીઓ ના હેતુ નો સેતુ...લઈ જશે અપાર સુખના દિવસોમાં કદાચ...એટલેજ થયું આ સિદ્ધ કરીએ હેતુ...

Simran Jatin Patel 8 year ago

?? બનાવીએ એક સેતુ..... કરવાને સિદ્ધ હેતુ.... અસીમ લાગણીઓનો....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now