સુખી હોવું અને સુખી થવું એ બે માં બહુ પાતળી ભેદ રેખા છે. જેને સુખી થવું છે તેને દુઃખી કોઈ કરી શકતું નથીં, અને જે દુઃખી થવાનું નક્કી કરી ને બેઠા છે તેને બ્રહ્મા પણ સુખી કરી શકે નહિ. ઠંડી ચા, ઈસ્ત્રી વગરના કપડા તમારી સવાર બગાડી શકવાની ક્ષમતા ધરાવતાં હોય તો સુખ તમારાથી હાથ વેંત દૂર ભાગે જ. સ્મિત કરવાની ક્ષમતા ઓછી થાય એટ્લે દુખ આવ્યુ જ સમજો. હસતા રહેવાની ટેવ પડી જાય પછી કોની તાકાત છે કે તમને દુઃખી કરી શકે. દુખ જેવું કશુ છે જ નહિ, સુખને શોધવાની ઉણપ એટ્લે જ દુખ........