દિવસ તો રોજ પસાર કરીએ છીએ ,
પણ ,દોસ્તો આજે એને જીવી લઈએ ...
દોસ્તી ના સાચા અર્થને દિલ ખોલી માણી લઈએ ,
સામેવાળાની મન ની વાતો આંખોથી પારખી લઈએ ...
આપણી તાકાત ને શબ્દો થકી સમજી લઈએ ...
કોઈના ગુસ્સાને પણ પ્રેમ થી આજે સહી લઈએ ...
કોઈની વાતો ને મનની ગહેરાઈથી સમજી લઈએ ...
દોસ્તો , આટલું બધું તો કરી લીધું ...
ચાલોને પોતાના માટે આજે દિલ ખોલી હસી લઈએ ...