Gujarati Quote in Shayri by Chaitanya Joshi Deepak Porbandar

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વિશ્વાસની બુનિયાદ પર વિસ્તરે છે વૃક્ષ દામ્પત્યનું.
પારસ્પરિકતાના ધોરણે આગે ધપે છે વૃક્ષ દામ્પત્યનું.

એકમેકની સમજશક્તિ સહાયરુપ સદાય થનારી,
શંકાના વાદળ ઘેરાતાં એ હચમચે છે વૃક્ષ દામ્પત્યનું.

પ્રેમ, સ્નેહ , સહકારને સહનશીલતા મૂળમાં સમાતાં,
ગમેતેવા વાતપ્રકોપમાં અડીખમ ટકે છે વૃક્ષ દામ્પત્યનું.

કરી પ્રજોત્પતિથી વંશવૃદ્ધિ મિષ્ટફળ એ આપનારું,
સમાજમાં સ્થાન અદકેરું એ પામે છે વૃક્ષ દામ્પત્યનું.

સદાચાર, સંયમ,સત્ય,સંકલનને ઔદાર્યના સહારે,
ભૂલી જઈને ભલા થવામાં ફૂલેફાલે છે વૃક્ષ દામ્પત્યનું.

પાનખરને વસંત તો આવતી અને જતી રહેવાની છે,
અનુકૂલનની અદાથી કેવું લૂમેઝૂમે છે વૃક્ષ દામ્પત્યનું.

ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Shayri by Chaitanya Joshi Deepak Porbandar : 111039225
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now