English Quote in Blog by Maulik Zaveri

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઓનલાઇન જ આ વિચાર મૂકું છું પણ છતાં મૂકવો જ પડે એવું લાગે છે..

ઓનલાઇન ની આ દુનિયા એક દિવસ ખાવા દોડશે. માણસ લાગણીહીન થઈ જશે અને થાય જ છે.
લોકોમાં સહનશક્તિ ઓછી થતી જાય છે એના ઘણા કારણો માં એક કારણ આ સોશ્યલ મીડિયા પણ હું માનું છું.
જેટલી સારી આ ઓનલાઇન દુનિયા છે એટલી જ છીછરી પણ લાગે છે.

એવું નથી કે ખરાબ જ છે, સારું તો ગણાવીને થાકી જવાય એટલું છે.
દુનિયા ભરના લોકો સાથે સંપર્ક કરી શકાય, એમને સાથ સહકાર આપી શકાય, ઘણાય તો ઓનલાઇન જ ગોતી કાઢે છે (એનોય રંગ અલગ છે), પણ આ ટેકનોલોજી ને કારણે માણસ બદલાય છે, માણસ નો સ્વભાવ, વર્તન, વાણી, સિદ્ધાંતો બધું જ બદલાય છે.
હું મારા શિક્ષક ને ફેસબુક રિકવેસ્ટ મોકલતા પહેલા ૨૦ વખત વિચાર કરતો, આજે બાળકો એવું વિચારતા નથી, કેમ કે એ લોકોએ એ કલ્ચર જોયું જ નથી.

પરિવર્તન થવું જોઈએ એ તો જરૂરી જ છે,
પણ માણસાઈ નું પરિવર્તન ના થાય ત્યાં સુધી સારું.
આ બધી ટેકનોલોજી નો સારો મહત્વનો ઉપયોગ કરીએ અને વિશ્વ ને આનંદ થી માણીએ.

English Blog by Maulik Zaveri : 111039169
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now