.....#..... મંદિર નો સાચો અર્થ....#.....
મંદિર એટલે આત્માને,પરમાત્મા સાથે સરળતાથી જોડવાનું સ્થળ...
પરમાત્મા એટલે "પરમ+આત્મા".
એક સામાન્યઆત્માને એક દિવ્યયોગાવસ્થા(પરમ અવસ્થા ) પ્રાપ્ત આત્મા સાથે જોડવાનું સ્થળ,એટલે મંદિર.
કેટલા લોકો જાણો છો કે,મંદિરમાં "ઘંટ" કેમ લગાવેલો હોય છે???
કેવો મૂર્ખતા પૂર્ણ પ્રશ્ન છે નઇ?ઘંટ એટલે "ડોરબેલ".કોઇ બારણું ના ખોલે તો ટિપ્યા રાખો, કંટાળીને એકવાર તો દરવાજો ખોલશે જ કાં? અરે...પણ આ શું?મંદિરના દ્વાર તો પહેંલાથી જ ખુલ્લા હોય છે...તો.તો નક્કી અંદર ભગવાન સૂતા જ હશે નઇ?એટલેજ તો ઘંટ વગાડીયે છિએ આપણે કાં ભઇ?...હેં?..શું?..ભગવાન કદી સૂતા જ નથી એમ?હંમેશા જાગૃત રહીને સૃષ્ટિનું ધ્યાન રાખે છે...એમ...???ઓઓઓ...તો કેમ આપણે મંદિરમાં જતાં વેંત જ ઘંટ વગાડીયે છિએ યાર??? અરે હાઁ...હવે સમજાયું જો...આપણે ભગવાને ધ્યાન અપાવીયે છિયે કે,હું પણ અહિયાં તારા દર્શન કરવા આવ્યો છું,એમ કાં???નહિતર આટલી બધી ભિડમાં ક્યાંક આપણને નોટીસ ના કરે તો??? હમમ...આ બરોબર,નઇ? એટલે જ ઘંટ વગાડીયે છિએ આપણે...
શું ધૂળ બરોબર???
આપણને એજ નથી ખબર કે,આ ઘંટ મંદિરની અંદર રહેલા પરમાત્માને જગાડવા માટે નહીં,અપિતુ પોતાની અંતરાત્માને જગાડીને એ મંદિરમાં બેઠેલા પરમાત્મામાં ધ્યાન(મનને) કેન્દ્રિત કરવા માટે વગાડવામાં આવે છે...
ના સમજ્યાં?સમજાવું છું...
જ્યારે આપણે બહારની દુનિયામાંથી મંદિરમાં પ્રવેશ કરીયે છિયે,ત્યારે આપણા મનમાં હજારો વિચારો ભટકતા હોય છે.જેમકે દર્શનકરીને પિત્ઝા ખાવા જવાનું છે,ત્યાંથી સેલ્ફિ લઇને ડિપીમાં મૂકવી છે,અરે હાઁ મંદિરમાં જતાંજ સ્ટેટસ બદલવાનું છે,ભાઇને ટ્યુશન મૂકવાનો છે,રસોઇ બનાવવાની છે..અધધધધ...૫૦૦ શબ્દોની મર્યાદા તમારા વિચારોમાંજ પૂરી થઇ જાશે યાર...આગળ વધીયે આપણે,તો હાઁ એ"મનને સ્થિર અને શાંત કરવા માટે આપણે ઘંટ વગાડીયે છિએ...એટલે કે,પરમાત્મા માટે નહીં આપણી માટે જ"....પણ સાચું કહેજો કેટલા લોકો ફક્ત ટં ટં ટં ટં કરીને સીધા મૂર્તિ ની સામે પહોંચી જાવછો???લગભગ ૯૯%.
અને હાઁ યાર જો...ફરી પાછું તિકડમ...
મંદિરની અંદરની મૂર્તિ...તમે જાણો છો કે,આ મૂર્તિ નું શું મહત્વ છે?એ કેમ મૂકવામાં આવે છે?...આ તે વળી પાછો કેવો"વલાલો"પ્રશ્ન કર્યો?મૂર્તિ તો પરમાત્માની છે,એની સામે બેસીને દર્શન કરાય,ફરિયાદો કરાય,ભીખ મંગાય,આભાર વ્યક્ત કરાય... કાં??શું યાર હું પણ...કંઇ પણ પૂછી લઉં છું... નઇ??
ના વ્હાલાઓ, કંઈ પણ નથી આ.
આ ખૂબ ઊંડું"જ્ઞાન"છે,અને આપણે ભાગ્યશાળી છિયે કે,એ આપણને આપણા યોગીઓ દ્વારા વારસામાં મળ્યું છે,અને અભાગિયા પણ છિયે કે,એ જ્ઞાનને ઉજાગર કરવાની આવડત આપણે ભૂલી ગયા છિયે..આપણા યોગીઓ-ઋષિમુનીઓએ હજારો વર્ષ તપસ્યા કરી,આત્માને પરમાત્મા સાથે એક કરી,પણ ત્યાંજ એમનો જીવનકાળ સમાપ્ત થઇ ગયો,અને સ્થૂળ કાયા માટીમાં મળી ગઇ,તો હવે શું?આ હજારો વર્ષની મહેનત વ્યર્થ?એ બધું જ્ઞાન હવા થઈ જવાનું?ના અશક્ય.શરીરનો નાશ થાય પણ આત્માનો ના થાય...આ જ કારણથી આપણા યોગીઓએ મંદિરની સ્થાપના કરી.એમાં એ અવસ્થાએ પહોંચેલી આત્મા,એટલે કે પરમાત્માની મૂર્તિની સ્થાપના કરી,જેથી કરીને"પૂનર્જન્મમાં"એમને ફરી હજારો વર્ષ તપસ્યા ના કરવી પડે,અને પછી એ નશ્વર દેહનો ત્યાગ કર્યો.પછી નવો જન્મ લઇને એ મંદિરમાં જઇ મૂર્તિ સામે બેસી"ધ્યાનમગ્ન"બની,એક સામાન્ય આત્માનું પરમાત્માની સાથે જોડાણ કરી"ભૂત ભવિષ્ય અને વર્તમાન"થી અવગત થતાં.
આ છે મંદિરના"ઘંટ"અને એની અંદર સ્થાપિત"મૂર્તિ"નું મહત્વ...અને આ છે "મંદિર"નું સાચું મહત્વ...
જો જો હો મિત્રો,ફરિયાદ કે ટેલ કરવા,કે આભાર વ્યક્ત કરવા,કે માફી માગવા,કે વાતો કરવા મંદિરે જતા હોવ,તો ખોટા ધક્કા ના ખાવ યાર...આ બધું તો તમે ઘરે બેઠાં પણ કરી શકો છો...કારણ કે ઇશ્વર તો સર્વવ્યાપી છે ને મિત્રો...???તો ફિર...
અને હાઁ હજુ એ વાત...
મિત્રો એકવાર મારી રીતે મંદિરમાં જજો...પરમાત્મા સાથે તમારી આત્માનો સંપર્ક(કનેક્ટ )ના થાય તો કહેજો.
કેવી રીતે???
હમમમ...આગળની પોસ્ટમાં કહીશ...
.... જય ભોળાનાથ...
.... હર હર મહાદેવ હર...