આકૃતિ અને પ્રકૃતિમાં અલગ દેખાય છે માનવી.
ઇશ પણ હશે અચરજમાં ક્યાં પરખાય છે માનવી ?
હેતુ સાધવા હેત પ્રસારી મધમીઠું એ બોલનારો કેવો !
હેતુ સરતાં થૈ તકસાધુને કેટલો સ્વાર્થી જણાય છે માનવી!
સંકીર્ણતાના સંગાથે એ દીર્ઘદ્રષ્ટિ ગુમાવનારો આખરે,
છેતરીને કે હડપીને પામવામાં કેવો હરખાય છે માનવી.
વાણી વર્તનના ભેદે પશુથીય ઊણો ઊતરનારો છેવટે,
દોરંગી દુનિયાના રંગે રંગાઈ ક્યાં શરમાય છે માનવી ?
સામ્ય વાણી વર્તનમાં ક્યારે આવશે એના વ્યવહારમાં?
નામે માત્ર માનવ બનીને કેવો એ ભરખાય છે માનવી !
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.