Gujarati Quote in Story by Ashq Reshammiya

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઘરેણું

ચોફેર નવરાત્રિનો ઉમંગ ઉટપટાંગ બનીને ઉછાળા મારી રહ્યો હતો. આવનાર નવરાત્રીનો મોઘમ જગમગાટ અને યુવા હૈયાઓનો થનગનાટ વીતેલી દરેક નવરાત્રીઓને ફીકી પાડી રહ્યો હતો.
નવરાત્રી એટલે કે લોકોને અને જગતને પોતાના રૂપનાં તથા અદાઓની કાજળઘેરી કામણગારી અદાઓથી નખશિશ આંજી નાખવાનો અવસર. દરેકના દિલમાં અધૂરા ઓરતા બનીને વસી જવાનો જાણે અણમોલ અવસર!
'દીદી! કેવી લાગુ છું જોજે જરા?' સૌંદર્યના સાધનોથી સજ્જ બનેલી દિવ્યલતાએ ગૉળ ઘૂમીને આયનામાં જોઈને પૂછ્યું.
'અદલ અપ્સરા!' તીરછી નજર નાખીને પાછું અવંતીએ ઉમેર્યું:'શાયદ, ઉર્વશી કે મેનકા પણ તને જોઈને અંજાઈ જાય. કે પછી તારા દેખાવથી ઈર્ષ્યાની આગમાં સળગી ઉઠે એવી પરી લાગે છે હો!'
'ત્યારે તો દીદી!' આછા આછા કમખાની દોરી બાંધતા- બાંધતા દિવ્યલતાએ આગળ ચલાવ્યું:'ગરબા ચોકમાં આજે મારો વટ પડી જવાનો, વટ! લોકો માતાને વીસરીને તરસથી- ટપકતી નજરે મારા દીદાર કરશે, હં!'
'દિવ્યુ, સૌંદર્ય તો ગણિકાઓમાં પણ દરિયાની માફક ઉભરાય છે કિન્તું શું કામનું?' દિવ્યલતાના માસૂમ ગાલ પર મેશનું ટપકું કરતા અવંતી આગળ બોલી:' દીદી! સ્ત્રી ચારિત્ર્યથી શોભે છે, સૌંદર્યથી નહિ. લોકોના હૃદયમાં આપણું ચારિત્ર્ય વસવું જોઈએ. સૌંદર્ય નહીં સમજી!' કહીને એને દિવ્યતાને પ્યારથી ચૂમી લીધી.
એ સાંભળતા જ દિવ્યલતા જાણે ઉગાડી પડી ગઈ હોય, તદન નિર્વસ્ત્ર થઈ ગઈ હોય એમ એ વિવશ બની ગઈ. રડી પડી. મનમાં જ બગડી:'દીદીએ મારી- એની સગી બહેનની સરખામણી ગણિકા સાથે કરી?' અને હીબકે ચડી ગઈ.
સુંદર શરીર પુરુષોના હવસની ભૂખ સંતોષે છે. જ્યારે સુંદર ચારિત્ર્ય પુરુષોના મનને મોહી લે છે. પુરુષો ભલે બાહ્ય રીતે સૌંદર્યનો આશિક હોય કિન્તુ મનના ભીતરથી તો ચારિત્ર્યવાન સ્ત્રીની જ ખેવના રાખતો હોય છે. માટે જ તેઓ પોતાની સ્ત્રીને અપ્સરાની માફક તૈયાર થયેલ જોઈ શકતો નથી. અને અન્ય સ્ત્રીને સૌંદર્યથી મઘમઘતી જોવા તલસતો - ઝંખતો હોય છે!
અવંતિએ દિવ્યલતાને છાતીસરસી ચાંપી, છાની રાખી. એના આંસુ લૂંછતા બોલી:' રડ નહી દિવ્યું બકા, જો તો તારું મેકઅપ, આ મહા મહેનતે તૈયાર કરેલું તારું સૌદર્ય આંસુઓના વહેણમાં ધોવાઇ રહ્યું છે!'
'સૌંદર્ય ભલે ધોવાતું હોય દીદી, ચારિત્ર્ય ન ધોવાવું જોઈએ! ચારિત્ર્ય તો આપણું અમૂલ્ય અલંકાર છે. હવે હું પ્રાણની માફક એનું જતન કરીશ!'

ashkkreshmiya..

Gujarati Story by Ashq Reshammiya : 111037021
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now