Gujarati Quote in Story by ketan motla raghuvanshi

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારી વાત ૧૬૫
“ રાજકારણનો અર્થ’’

લોક સમુદાયની વચ્ચે ઉદભવતા પ્રશ્નોના નિરાકરણ માટે લોક પ્રતિનિધિની નિમણુક કરવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. સમાજવ્યવસ્થા સુચારુ રૂપે જળવાઈ રહે અને પ્રજામાં સુખ, શાંતિ અને સલામતી રહે તે માટે જનતાના પ્રતિનિધિ કાર્ય કરે છે.

લોકશાહીમાં લોકો દ્વારા પસંદ કરાયેલા પ્રતિનિધિને લોકોની વચ્ચે રહી પ્રજાના કર્યો કરવાના રહે છે. આવા પ્રતિનિધિને લોકસેવાના કાર્યો કરી પ્રજાનો વિશ્વાસ સંપાદિત કરવાનો હોય છે.

રાજકારણનો અર્થ પ્રજાનો સામાજિક વિકાસ અને જન સમુદાયના પ્રશ્નો ઉકેલવાનો છે. રાજકારણ એ સમાજસેવાનું ઉત્તમ માધ્યમ છે. સમાજના ગરીબ, પીડિત, શોષિત વર્ગની ઉન્નતી માટે સક્રિય રહી લોકમંગલના કર્યો કરતા રહેવાનું છે.

પ્રજાના સેવક બન્યા પછી માલિકીપણું ભોગવવાનું નથી. પોતાના અંગત હિત, લાભ માટે કામ કરવું પ્રજાને છેતરવા સમાન છે.

રાજકારણ એ રણસંગ્રામ નથી કે મતોનું મહાભારત નથી પરંતુ જનતાના પ્રતિનિધિ તરીકે રામ રાજ્યની સ્થાપના થાય તેવો આશય રાખવાનો છે. સત્તા મેળવ્યા પછી સત્ય અને જનતાની સેવા ભુલાઈ ન જાય તે માટે સતત જાગૃત રહેવાનું છે.

પ્રજાના પ્રતિનિધિ તરીકે પસંદ થયા પછી સમાજની દરેક વ્યક્તિ

Gujarati Story by ketan motla raghuvanshi : 111036972
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now