આંખોની ભાષા...!!!
ક્યારેક કોઇએ કહ્યું હતું કે સુંદર આંખો જોઇને બધું ભુલી જવાય છે,પણ...પછીના પરિણામો જીવનભર ભોગવીને સમજાય છે!!! હશે,આંખોની વાતો બસ આંખોથી જ કહેવાય છે અને જો ન સમજાય તો આંખોનો જ દોષ જોવાય છે! આંખોથી જો કહેતા આવડે એક ક્ષણમાં જીવન મળી જાય છે અને જો ન આવડે તો આખું જીવન બસ એમ જ નીકળી જાય છે...આંખોઆંખોમાં થતી વાતોથી દિલ જરૂર મલકાય છે, તો ક્યારેક ગુસ્સાથી લાલપીળી થયેલી આંખોથી દિલ દુભાય છે...આંખોમાં સ્વપ્ન,આંખોમાં ભીનાશ,આંખોમાં હાસ્ય,આંખોમાં ઉજાસ,અામ આંખોથી યે દરેક લાગણી વંચાય છે,ના સમજાય તો પછી શબ્દોને કષ્ટ અપાય છે!!!આંખોની ભાષા સુંદર છે,વાચાળ છે,અદ્ભુત છે અને સહેલાઇથી વંચાય છે.આંખોથી વ્યક્તિ મપાય છે તથા અાંખોથી જ ન બોલેલું ઘણું સમજાય છે!!!
પાંપણની પાંખ પહેરી દિવસે ઊડ્યા કરે છે,
સપનાને લઇને રાતે આવે છે મારી આંખો...
મુસ્કાન લાવે આંખો,આંસુ વહાવે આંખો,
દુનિયા રંગીલી તેના સૌ રંગ બતાવે આંખો!!!
---Nruti shah...