Gujarati Quote in Quotes by YATIN VACHHANI

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*હા મારી ગરવી ગુજરાત*

બીજા વિશ્વ યુદ્ધ વખતે જામનગરમાં આશરો લેનાર પોલેન્ડ નાગરિકોએ જામનગરમાં પોતાના દેશના આઝાદી પર્વની ઉજવણી કરી હતી. બાલાચડી ખાતે વિતાવેલ બાલ્યાવસ્થાના અમુલ્ય વરસો અને રાજવી પરિવારની મહેમાનગતિના અફાટ વખાણ કરી પોલીસ નિરાશ્રીતોએ અંધકારમય ભૂતકાળને જ્યોત પૂરી પાડનાર જામનગરના રાજવી પરિવાર પર પ્રસંસાના પુષ્પો વેર્યા હતા. પેઢી દર પેઢી નામના આ ઉત્સવમાં ભાવનાઓનો દરિયો ઉમટી પડ્યો હતો.

બીજા વિશ્વ યુદ્ધ વખતે પોલેન્ડ પર રશિયા સહિતના દેશોએ હુમલો કર્યો હતો, આ હુમલામાં પોલેન્ડને મોટી ખુમારી વેઠવી પડી અનેક નાગરિકોએ જીવ ગુમાવ્યા, સંખ્યાબધ બાળકો અનાથ થયા, અનેક મહિલાઓ વિધવા બની. પોતાના પર આવી પડેલા સંકટને લઈને વડીલોએ ઉગતી પેઢીને રક્ષણ આપવા એક જહાજમાં બેસાડી એશિયાના દેશો તરફ રવાના કરી હતી.

મહિનાઓ બાદ ભારત આવી પહોચેલ પોલીશ જહાજ મુંબઈ બંદરે લાંગરવામાં આવ્યું, પણ જે તે સમયે અંગ્રેજ હકૂમતે પોલીશ બાળકો-મહિલાઓને આશરો આપવાની ના પાડી દીધી હતી. જેથી નારાજ થયા વિના આ જહાજ મુંબઈથી જામનગરના રોજી બંદરે આવ્યું. જે તે સમયના જામનગરના જામ રાજા દિગ્વિજયસિંહએ પોલીશ નાગરિકોને આશરો આપી જામનગરથી ૨૫ કિમી દુર બાલાચડી ખાતે ૬૪૦ પોલીસ બાળકો મહિલાઓ માટે શરણાર્થી કેમ્પ ઉભો કર્યો હતો. પોલીશ કલ્ચર ઉભું કરવા રાજાએ પોલીશ શિક્ષણની સાથે, પોલીશ ખોરાક અને કપડા સહિતની વ્યવસ્થા પણ કરી આપી હતી. અને સતત પાંચેક વર્ષ સુધી આસરા ધર્મ નિભાવ્યો વિશ્વ યુદ્ધ પૂર્ણ થતા આ શરણાર્થીઓ પરત પોલેન્ડ ગયા હતા.

પોલેન્ડની આઝાદીના ૧૦૦ વર્ષ પૂર્ણ થવાના અવશર પર જામનગરમાં જાજરમાન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું. દાયકાઓ પૂર્વે બાળક બની જામનગર આવેલ નિસહાય બાળક રૂપે આશરો લેનાર અને હાલ જીવનના અંતિમ પડાવમાં પહોચી ગયેલ વૃદ્ધ પોલીશ નાગરિકોની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો. 'પેઢી દર પેઢી' નામે યોજાયેલા આ કાર્યક્રમમાં નિરાશ્રિત વૃદ્ધોની ટીમે બાલાચડી ખાતેના પોતાના સ્મરણો વાગોળ્યા હતા. રાજ્ય સરકાર વતી મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને પોલેન્ડ સરકાર વતી રાજદૂત પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યયા હતા. બંને દેશના પ્રતિનિધીઓએ એકબીજા દેશ પ્રત્યે આદર ભાવ સાથે આભાર વ્યક્ત કર્યો હતો.

પોતાના સ્મરણો વાગોળતા વાગોળતા પોલીશ સીનીયર સીટીજનો ગદગદિત થઇ ગયા હતા. જીવનના કટોકટી ભર્યા વિપરીત કાળમાં આશરો આપનાર જામ રાજવીના અફાટ વખાણ કર્યા હતા. જે તે સમયની પરીસ્થીને તેઓએ રજુ કરી. ક્યારેય પોતાના દેશથી જોજનો સુધી દુર હોવાનો એહસાસ ન થયો હોવાની લાગણી દર્શાવી હતી. બાલાચડી ખાતે કરેલ અભ્યાસ. સાથી મિત્રો સાથે બાળ રમતોની ખુલા દિલથી પણ ચર્ચા કરી હતી અને અંતે જામ રાજવીનો આભાર વ્યક્ત કર્યો હતો.

બાલાચડી આશ્રય પામેલ બાળકો પૈકી મોટા ભાગના અક્સર દેહ પામ્યા છે. જ્યારે અમુક અંતિમ પડાવમાં પહોચેલ સજ્જનોએ બાલાચડી પહોચતા જ આદરભાવે જુકી ધરતીને ચૂમી લીધી હતી. બાલાચડી સૈનિક શાળામાં અભિવાદન કરી. હાલ ખંડેરમાં તબદીલ થયેલ આસરા સ્થળે પહોચતા જ વૃદ્ધોની આંખો હર્ષથી ભીની થઇ ગઈ હતી અને બાળપણની તરવરીયયાટ ભરી યાદો સામે દ્રશ્યમાન થઇ હતી. અમે અહી રહેતા, સાથી મિત્રો સાથે ગોષ્ઠી મીઠ્ઠી મસ્તી અને ભણતર, એક પછી એક વૃદ્ધ બોલી ઉઠ્યા. આ જગ્યા અમારું બીજું ઘર છે એમ તેઓએ ભાવ દર્શાવ્યો હતો.

Gujarati Quotes by YATIN VACHHANI : 111035808
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now