મહાત્મા ગાંધી મારી દ્રષ્ટિ એ..!
#MKGANDHI
એ સિંહ ની એક દહાડ થી ,
ગુંજતું આખું જંગલ !
એમ ગાંધી ની એક લાઠી થી,
ડરતું આખું એક સામ્રાજ્ય !
ગાંધીજી ને લોકો તરફ થી શું દરજ્જો મળ્યો છે એતો આપણે આજે જોવા મળતા દરેક ચલણી નોટ પર ના એમના ફોટો દ્વારા સમજી જ શકીએ એમ છીએ ! પણ અહીં વાત મારી દ્રષ્ટિ ની છે. ઘણા લોકો એમને નેગેટિવ પાત્ર તરીકે પણ જોવે છે...' કે જો ગાંધીજી ના હોત તો ભગત સિંહ, ચંદ્ર શેખર આઝાદ જેવા લડવૈયાઓ એ દેશ ને ક્યારનો આઝાદ કરવી દીધો હોત... કદાચ વાત સાચ્ચી પણ એક હકીકત એ પણ ખરી જ કે... જો કદાચ ગાંધીજી ના હોત તો આ ચળવળ જ શરૂ ના થઈ હોત... દેશ ને આઝાદ કરવા ની નિવ મૂકવા નું કામ એ બાપુ નું હતું. બાપુ એ રસ્તો અપનાવ્યો એ કદાચ લાંબો અને સફળ ના પણ થાત એ કક્ષા નો હતો પણ એનો અર્થ એ નથી કે એ માર્ગ ખોટો હતો.! કહેવાય છે ને 'એતો જેવી જેની દ્રષ્ટિ..!'
ગાંધી ની એ લાઠી
ને ગાંધી ના એ વિચાર,
યુદ્ધ નું હતું મેદાન
ને નીછ્યાવર થયા એમના પ્રાણ !
એક માણસ જેમને દેશ ના લોકો ના વિચારો હચમચાવી નાખ્યા ... સૂતા લોકો ની મતી જગાડી સ્વતંત્રતા ના વિચારો ના બીજ રોપ્યાં.. બીજા ના ભરોસે બેસી ન રહેતા પોતે જ હાકલ કરવી પડશે ની સીધી ને સરળ વાત ઘર ઘર માં લોકો ના હૃદય માં ઘર કરાવડાવી. ! સાંભળવા માં સરળ લાગતી આ વાત ખરેખર સરળ હશે?
એમની એ સરળતા ને એમની એ અહિંસા.. બંનેવે થઈ ને જે લડત આપી એ કદાચ અવિશ્વનીય છે.! સત્ય ની તાકાત નો અંદાજ ત્યારેજ આવ્યો જ્યારે એમને આ સત્ય ના અને અહિંસા ના માર્ગ પર ચાલી અંગ્રેજો ની ખિલાફ ભીડ એકઠી કરી..! એક માત્ર માણસે દેશ આખાય ને એક બનાવી નાખ્યો..! દેશ ના અલગ અલગ લોકો ને એક બનાવ્યા.. અને એકતા ની તાકાત નો પરચો કરાવ્યો.
બુરા મત સુનો
બુરા મત દેખો
બુરા મત બોલો
જેવા સંદેશ થી... માનવી માં માણસાઈ ઉતારી દીધી..!
યુદ્ધ તો શમ્યું
ને દેશ થયો આઝાદ,
પણ વાત હવે ખરી આઈ
કેમ થશે કરાર?
૧૦૦૦ઓ ની સંખ્યા
ને દરેક ની એ આસ..!
દરેક ની જીવા દોરી જાણે
એમની જ પાસ..!
સૈયમ રાખી અપાર,
દેશ ને બનાવ્યો ભારોભાર !
સદ્ધર કરી દેશ ને
જાણે બન્યાં કોઈ ફરજદાર.!
માટે જ કદાચ મળ્યું બિરુદ
એતો છે- ' દેશના પિતા' સરકાર.!?
આઝાદ થયા પછી દેશ ને પોતાના પર સ્વનિર્ભર બનાવો કેમ ? એ પ્રશ્ન નો ઉકેલ આપવા માં જ જાણે એમનો જીવ ગયો સમજો..! હા એમની સાથે વલ્લભજી અને નહેરુજી ખડે પગે રહ્યા.. કદાચ એમના સહકાર વિના ગાંધી ની એકલી લાઠી બહુ લાંબી ના ચાલત.! કરજદાર તો આપને એ દરેક સ્વતંત્ર સેનાની ના છીએ જેમના કદાચ નામ શુધ્ધા પણ આપણને ખબર નથી.!
તો આજે મારા તરફ થી માત્ર આપણા બાપુ ને જ નહીં એ દરેક વ્યક્તિ ને thank you જેમના બલિદાન વિના કદાચ આજે આપણે so call કહેવાતી luxurious જિંદગી ના જીવી શકતા હોત.!!
અસ્તુ
- drashti Patel