Gujarati Quote in Whatsapp-Status by Dharmendra Kanala

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#MKGANDHI

 ભારતની આઝાદીના પાયામાં છેક બુદ્ધ અને કેટલાંય યુદ્ધ પછી પડેલ ઇતિહાસમાં અમર એવી એક અનોખી ક્રાંતિનો વંટોળ એટલે ગાંધી. રામાયણ ,ભગવદ્દગીતાનાં સારનું એક વ્યક્તિમાં ચરિતાર્થ થઈ, સર્વધર્મ સમભાવ, સત્યમેવ જયતે, અહિંસા પરમો ધર્મ જેવા મૂલ્યોનું એક વ્યક્તિમાં સાકારિત થવું અને તેનું મોહનમાંથી થયેલું મહાત્માકરણ એટલે ગાંધી. ગાંધી એટલે સાવ સામાન્ય વ્યક્તિમાંથી વિશ્વમાનવી કેવી રીતે બની શકાય તેનું નિદર્શન કરતી વ્યક્તિગત પ્રયોગશાળા. કોઈપણ કાર્યની નાનપ નહીં, અન્ય માટે જીવી જવાની વૃત્તિ, દેશ માટે કશાય મોહ વગર કશુંક કરી છૂટવાની તમન્નાનો સરવાળો એટલે ગાંધી. મુઠ્ઠી હાડકામાં સમાયેલ અખૂટ આત્મવિશ્વાસ, ગોડસેરૂપી તમામ બદીઓને હે રામથી હરાવીને વિશ્વપિતા બની શકવાની સકારાત્મકતા એટલે ગાંધી.

Gujarati Whatsapp-Status by Dharmendra Kanala : 111035671
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now