#MKGANDHI
ફાનસ લઇને કાગળની નાનકડી ચબરખીનો પણ સદ્ઉપયોગ કરવાની શોધખોળ હોય કે ‘નમક કા કાનૂન તોડ દિયા’ દાંડીકૂચનું હામભર્યું આહ્વાન…
‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઇ જાણે રે…’ ભજન સ્કૂલમાં રટાઇ ગયું હતું. અને ત્યારે જ તેમની આત્મકથાની ચોપડી વાંચી. અંજાઇ ગઇ. ‘કેટલા સારા કહેવાય કે પોતાની ભૂલોનો સ્વીકાર કર્યો...’ જોકે પછી બધું વિસરાઇ ગયું. વિવેચક પણ બની. પણ.., એવું માનું છું કે તેમણે દેશ માટે કંઇક તો કર્યું..!!! વ્યવસ્થિત કહી શકાય તેવું જીવન તો જીવ્યા..!!!
ના, ગાંધીજીનો ન મેં ઊંડાણથી અભ્યાસ કર્યો છે કે ન ખેડાણ…
પણ…, એક સ્વપ્નદ્રષ્ટા, તેને પૂરી કરવાની જીદ્ અને નાગરિક તરીકે માનપાત્ર છે…
- નમ્રતા કંસારા