Gujarati Quote in Shayri by Hrushit rathod

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હે મહાત્મા !

તારે હજું એક વખત અવતરવું પડશે..

તું બધે જ છે છતાં પણ ક્યાંય નથી,
દરેકના ધનમાં છે પરંતુ મનમાં નથી.

તું દરેકને સમજે છે પરંતુ તને કોઈ સમજતું નથી,
તું દરેકના પૂજનમાં છે પરંતુ પ્રયત્નમાં નથી.

તારે હજું એક વખત અવતરવું પડશે..

જો તું લે નવો જન્મ તો લેજે વિદેશમાં કારણ,
ટેવ પડી છે વિદશીઓને અનુસરવાની એવી,
પછી તને પણ વિદેશી સમજી અનુસરસે આ ભરતીયો.

હતા કૃષ્ણ ને ચાણક્ય છતાં ગુલાંમ બન્યા તા,
અંગેજો પછી પૂનઃ ગુલામ થયા આ ભારતીયો

જાતિ, જ્ઞાતિના ગુલામ થયા આ ભારતીયો
દેશના ઉદ્ધાર માટે તારે આવવું પડશે

તારે હજું એક વખત અવતરવું પડશે..

Gujarati Shayri by Hrushit rathod : 111035601
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now