Gujarati Quote in Whatsapp-Status by HINA DASA

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#MKGANDHI
 ગાંધીજી માટે માટે ઘણું બધું છે, બાલિશતામાં એવું વિચારેલું કે જેનો પુત્ર એમનાથી સહમત ન હોય એ પિતા તરીકે અસફળ વ્યક્તિ ગણાય. મારો ભ્રમ એમને વાંચ્યા, જાણ્યા પછી ભાંગ્યો. શ્રીમદ્દ રાજચન્દ્ર જેના આધ્યાત્મિક ગુરુ હોય એ વ્યક્તિ કેટલી મહાન હોય, બાપુ મારી દ્રષ્ટિએ સફળ રાષ્ટ્રપિતા, જેણે દેશ માટે પરિવાર, મોજ, શોખ, કપડા ભોજન બધું ત્યાગ કર્યું, એમનું સત્યરૂપી ખાદીત્વ સ્વીકારીએ તો ક્યારેય અસુરક્ષારૂપી પરસેવો થાય જ નહીં, ધર્મરાજાને થયે તો સદીઓ વીતી ગઈ, પણ આ સત્યાગ્રહી ને તો હજી 150 વર્ષ જ થયા. એમની વાતો મા તો જરાય અતિશયોક્તિ ભળી નથી. જે જોયું સાંભળ્યું બધું તદ્દન સ્પષ્ટ જ છે એમના એક વચને તો દેશ મા જુવાળ ઉભો થઇ જતો. મારા માટે એ અદ્રશ્ય શક્તિના વાહક છે, આમ પણ એમની જન્મભૂમિ મારી જન્મભૂમિ ને કર્મભૂમિ છે તો બાપુ તો મને મારા પોતીકા છે. એમના ત્રણ વાનર તો મારા બાળપણથી આદર્શ  છે. બાપુ મારા વિચારો મા અમર રહેશે, ને હું એ મારી આવનાર પેઢી ને વારસામાં આપીશ.

Gujarati Whatsapp-Status by HINA DASA : 111035506
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now