આવતી કાલે ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતી છે. ઈ.સ. ૧૮૬૯ની બીજી ઓકટૉબરે જન્મેલા મોહનદાસ કરમચંદ ગાંધી. પોતાના જીવનકાળ દરમિયાન ઘણાં સંઘર્ષો અને લડતો નો સહર્ષ સ્વીકાર સાથે દેશ સેવામાં નિરંતર
પ્રયત્નશીલ રહ્યાં.' એમનું જીવન જ એમનો સંદેશ' . એમની સત્યની ટેક, સ્વચ્છતાનો આગ્રહ,સર્વધર્મ સમભાવ ની ભાવના, સ્વદેશી
ચીજવસ્તુ નો ઉપયોગ , સાદગી અને અહિંસા
આ બધાં ગુણો જીવનમાં ઉતારવા બહુ જ કપરું છે. આજની પરિસ્થિતિ જોતાં લોકો કહે છે કે,
સારુ છે, આજે ગાંધીજી હયાત નથી. નહિ તો!! એમને ખૂબ દુઃખ થયુ હૉત.
પરંતુ...એ જો હૉત તો આજે આ પરિસ્થિતિ નાં હૉત.
એમનાં અથાગ પ્રયાસ અને પુરુષાર્થ નાં કારણે જ તો અંગ્રેજો ની ભારત માંથી હકાલપટ્ટી શકય બની સાથે દેશ ને આઝાદી મળી. આજ પરિસ્થિતિ એ છે કે,.....
એજ આઝાદ દેશનાં આપણે જાણે ગુલામ છીએ.
જાગૃતિ રાઠોડ