#MKGANDHI
કોલેજમાં 'ગાંધી રીટર્ન ઈન 2010' નાટક માત્રમાં ગાંધી નું પાત્ર ભજવતા સમજાયું કે ગાંધી બનવું,એ કપડાં-વિચારોને જીવનમાં ઉતારવા કેટલા અઘરા છે? હાડ માંસ ના આ માણસે આત્મબળે અથાક પ્રયત્નો થી ' માતૃભૂમિ ' નું ઋણ ચૂકવ્યું. .કદાચ ગાંધીજી એ નાટકની જેમ પાછા આવે ને પૃથ્વીના આ હાલ જૂએ તો એમનું હ્ર્દય દ્રવી ઉઠે.મારા મતે માત્ર પોકેટમાં ' ગાંધી ' રાખી સિદ્ધાતોને નેવે મૂકી જીવન જીવીએ એ ના ચાલે.મુરઝાયેલી માનવતા આપણા અંતર માં પ્રદીપ્ત કરીએ. આ આધ્યાત્મિક મહામાનવ એવા માર્ગદર્શક ને વિસર્યા વિના એમના મહાવ્રતોનું થોડું પાલન કરીશું તો વસુંધરા ઉપર દરેક પરિસ્થિતિ માં જીવન યથાર્થ લાગશે. વંદે મહાત્મા !