#MKGANDHI
ગાંધીજી એક ઉદાહરણ છે કે કેવી રીતે દરેક મોહનદાસ સત્યના પ્રયોગો દ્વારા મહાત્મા બની શકે. તેમને તો મહાત્મા ઉપનામ પણ ડંખતું આ જ એમની મોટાઈ છે. ભારત દેશમાં એક સ્ત્રી પાસે પહેરવા એક જ સાડી છે એ જોયા પછી આજીવન એક જ પહેરણમાં પોતે પણ રહ્યા અને ટ્રેનમાં થર્ડ ક્લાસમાં જ મુસાફરી કરી. તેમણે સત્યાગ્રહ દ્વારા એક એવો રસ્તો બતાવ્યો કે સામાન્ય ખેડૂત પણ દેશની આઝાદી માટે લડી શકે. આઝાદી મળ્યા પછી તેમણે કોંગ્રેસને પણ ડિસોલ્વ કરવાનું કહી દીધું અને ગામડાઓમાં જઈને કામ કરવાનું સૂચન કર્યું. વ્યક્તિનું સામાજિક અને અધ્યત્મિક જીવન બદલે એ માટે એમણે પ્રયત્નો કર્યા.