#MKGANDHI
પાતળા કદ કાઠી અને બોખા સ્મિત સાથે એ ડોસો હાથમાં લાકડી લઈને નિવૃતિ લેવાની ઉંમરે દેશનાં કરોડો દેશવાસીઓનાં દુ:ખને પોતે અપનાવી તેને દૂર કરવાનો અડગ નિશ્ચય કરી જીવનભર આગેકૂચ કરે છે. સ્વરાજ સાથે સુરાજ્યની કલ્પનાઓને તે મનમાં આકાર આપે છે. રેંટિયા દ્વારા જાતે જ કપડાં જેવી પ્રાથમિક જરૂરિયાતનું ઉત્પાદનનું શિક્ષણ લોકોને આપે છે. બાપુ ઉદ્યોગ દ્વારા શિક્ષણમાં માનતા હતા. નઈ તાલીમ દ્વારા શિક્ષણનો તેમનો ઉદ્દેશ્ય એ હતો કે શિક્ષણ પૂર્ણ થયા બાદ તે નોકરી શોધવાને બદલે જાતે જ કોઈ નવું ઉત્પાદન કરી રોજી મેળવીને પગભર થાય. આજનાં સમયે ભરપૂર બેરોજગારીનાં સમયે શું આવા શિક્ષણની જરૂર નથી ? ગાંધીવાદ નહીં, ગાંધી વિચાર અપનાવો. ગાંધી મરતે હૈ, ગાંધી વિચાર નહીં.