English Quote in Whatsapp-Status by Dimple

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#MKGANDHI

ગાંધીજીની વિનોદવૃત્તિ પણ સચોટ વ્યકતિ હતી. ગાંધીજી હંમેશાં ગંભીર જ રહેતા હશે એવું સામાન્ય રીતે કોઈને પણ લાગે, પણ તેઓ ઘણી વાર વિનોદવૃત્તિ દર્શાવતા હતા અને ક્યારેક ધારદાર કટાક્ષ પણ કરી લેતા હતા. ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે તેમની કેટલીક વાતો જાણીએ.

1. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકા પ્રવાસ દરમિયાન 1899ના એંગ્લો બોએર યુદ્ધમાં સ્વાસ્થ્ય કર્મચારીના રૂપમાં મદદ કરી હતી. બીજી બાજુ તેમણે યુદ્ધની વિભિષિકા જોઈ હતી અને અહિંસાના રસ્તા પર ચાલી પડ્યા હતા.

2. ગાંધીજીનું સિવિલ રાઈટ્સ આંદોલન કુલ 4 મહાદ્વીપો અને 12 દેશો સુધી પહોચ્યુ.

3. દુનિયામાં મહાત્મા ગાંધીના આદરને એ વાતથી સમજી શકાય છે કે જે દેશ વિરુદ્ધ ભારતને આઝાદી અપાવવા માટે તેમણે લડાઈ લડી, તેમણે જ તેમના સન્માનમાં ટપાલ ટિકિટ રજુ કરી. જી હા બ્રિટને તેમના નિધનના 21 વર્ષ પછી તેમના નામની ટપાલ ટિકિટ રજુ કરી.

4 ભારતમાં નાના રસ્તાઓને છોડી દો તો કુલ 53 મોટા રસ્તા મહાત્મા ગાંધીના નામ પર છે. જ્યારે કે વિદેશમાં કુલ 48 રસ્તા તેમના નામ પર છે.

5. ગાંધીએ સાઉથ આફ્રિકાના ડર્બન, પ્રિટોરિયા અને જોહાંસબર્ગમાં કુલ ત્રણ ફુટબોલ ક્લબ સ્થાપિત કરવામાં મદદ કરી હતી.

6. મહાત્મા ગાંધીની શબ યાઅત્રા 8 કિલોમીટર લાંબી હતી.

7. 13 વર્ષની વયમાં ગાંધીજીના લગ્ન તેમનાથી એક વર્ષ મોટા કસ્તૂરબા ગાંધી સાથે થયા. લગ્ન સાથે સંબંધિત પ્રથાઓને પૂર્ણ કરવામાં એક વર્ષ લાગી ગયુ અને આ કારણે જ તેઓ એક વર્ષ સુધી શાળામાં ન જઈ શક્યા.

8. આ વાત તમને આશ્ચર્યમાં નાખી શકે છે કે શાંતિ નોબલ પુરસ્કાર ગાંધીજીને અત્યાર સુધી મળ્યો નથી જ્યારે કે તેઓ એ માટે 5 વાર નોમિનેટ થઈ ચુક્યા છે.

English Whatsapp-Status by Dimple : 111035144
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now