#કાવ્યોત્સવ
.........પ્રેમનો એહસાસ ..........
તારાં પ્રેમની મીઠી મુલાકાત ખૂબ છે યાદ.
ભલે મને યાદ નથી તારીખ અને એ વાર.
આંખથી આંખની મીઠી વાતની શરૂઆત.
મલકાતાં હોઠ પહેલી પહેલી એની પ્યાસ.
આંખોથી તને ચુંબન કરવા આપ્યું ઇજન.
ગાલ ને મીઠાં હોઠનું હજીએ મીઠું સ્મરણ.
ક્યાંથી ધરાય જીવ એક ચુંબનનાં સ્પર્શથી.
કર્યું છે રસભર્યુ ભીનું ચુંબન હોઠને હોઠથી.
છે જીવનમાં સ્વર્ગીય આનંદની સુંદર સફર.
મળી અપ્રતિમ પ્રેમવિશ્વાશની અડગ ડગર.
રીસાવુ મનાવવું બધો ખૂબ પ્રેમભર્યો સંબંધ.
પ્રેમથી 'દિલ'ને જીવતાંજ મોક્ષનો અનુભવ.
દક્ષેશ ઈનામદાર.'દિલ'..