છોકરો હંમેશા તેની માતાનો હોયછે ને છોકરી હંમેશા તેના પિતાની હોયછે ચાલો માની લઈએ કે છોકરી માતા નો હોયછે પણ તેય તેના લગ્ન પહેલા જ
પછી તે કેમ બદલાઈ જાયછે તે સમજ નથી પડતી!
જ્યારે તેના લગ્ન પછી તેની વહુ આવેછે ત્યારબાદ તે તેની વહુ નો થઈ જાયછે
કેમ પછી તેની માતા ઉપર નો પ્રેમ ઓછો થઈ જાયછે!
જ્યારે પિતા ઉપર તો છોકરીનો પ્રેમ તો અતૂટ જ રહેછે..
તો પછી છોકરો કેમ બદલાઈ જાય છે!
કારણ કે પછી તે માતા ગેલો મટીને વહુ ગેલો થઈ જાયછે
વધુ કારણ આપુ તો જે કામ તેનું તેની માતા કરતી હતી તે કામ હવે તેની વહુ કરેછે.
જેમકે જમવાનું બનાવવું,નહાવા માટે પાણી ગરમ કરી આપવું,માથું દુખે તો વિક્સ ઘસી આપવી, જે કામ તેની અત્યાર સુધી તેની માતા કરતી હતી તે દરેક કામ હવે તેની નવી વહુ કરી આપેછે .
શાબાશ...માતા ઘેલા દીકરાઓ એટલું જલદી માતાની લાગણીઓ ભૂલી ગયા!
શું આવા છોકરાઓ ઉપર કોઈ ભરોસો મૂકી શકાય!!!!
માં ને બાપને ઘરડાઘરમાં મોટી ઉંમરે કેમ જવું પડે છે તો આ બધા કારણોને લીધે તેમની મોટી ઉંમરે તકલીફો પડતી હોયછે.
તમારા જીવનમાં તમને વહુઓ ચાર મળશે પણ માતા એક જ મળશે.
માતા પિતા જીવનમાં ફક્ત ને ફક્ત એક જ વાર મળેછે.ફરી તમારા જીવનમાં ક્યારેય મળતા નથી.