#kavyotsav
.... રહી ગયા.
પહોંચ્યા મુકામે પગલાં કોઈ,
તો કંઇક, રણમાં રહી ગયા.
પર્વતના મૂક રુદનના અશ્રુ,
કંઇક, ઝરણમાં વહી ગયા.
વરસો વીત્યા સૌ એમ જ,
'ને કંઇક, ક્ષણમાં રહી ગયા,
સંબંધોના સરવાળા કેટલા !
પણ કંઇક, એક જણમાં રહી ગયા.
રાત આખીના સમણાં અનેક,
પણ કંઇક, પાંપણમાં રહી ગયા.
~ અતુલ દવે