#Kavyotsav
શોધવા નિકળી જ્યારે ખુદને,
મારામાંથી થોડી મુજને,
કંઈ હતું નહીં કહેવા સારું,
ખાલી ખોખું એક શરીર મારું,
જકડાયેલી હતી એ બેડીમા,
માં, પત્ની, બહેન, દિકરીમાં,
અસ્તિત્વનું તો નિકંદન થયેલું,
નામ માત્ર એક બાકી રહેલું,
મશીન હતી હું એક મજાનું,
દરેકની ઈચ્છા મુજબ વર્તવાનું,
સમય પણ એનું કામ કરી ગ્યો,
મશીનને હવે કાટ લાગી ગ્યો,
જીવન-મરણ વચ્ચે હવે ઝુલવાનુ,
ખુણામાં રહીને રોજ ઝુરવાનુ,
મૃત્યુની હવે હું વાટે નિકળી ગઈ,
અંતે હવે હું ખુદને મળી ગઈ.....
...sneh...