#MKGANDHI
મહાત્મા ગાંધી મારી દ્રષ્ટિએ તો, નાનપણમાં એક મિત્રની વાતોમાં આવીને માંસ ખાવા તૈયાર થઈ ગયેલા, વિકારોથી ખેંચાઈને પત્ની પાસે જવાવાળા,ભાઈનું દેવું ચૂકવવા સોનાના કડાંમાંથી થોડું સોનુ વેંચવાળા અને અંતઃકરણ ડંખતા ચિઠ્ઠી લખીને પિતાજીની પાસે ગુન્હો કબુલીને સજાની પણ માંગણી કરતા,વિદેશમાં પણ માં ને આપેલા માંસ નહિ ખાવાના વચનને પાળવા માં ની દ્રષ્ટિએ ઈંડા પણ માંસ છે એમ વિચારી વચન પાલન કરનાર, અંગ્રેજો આપણું ભલું કરવા આવ્યા છે એવું પહેલાં માનવાવાળા અને પાછળથી ધ્યાનમાં આવતા અંગ્રેજોના જ મગજનો દુખાવો બની જનાર ‘અર્ધનગ્ન ફકીર’ અને સામાજિક જીવનમાં ટોચ પર હોવા છતાં સહજતાથી પોતાની બધી નબળાઈઓનો સ્વીકાર કરનાર ‘મોહનદાસ કરમચંદ ગાંધી’ છે.