હું ખોવાયો તુંજમાં ,હું શોધું ક્યાં મુજમાં મને ..
હું નથી આંટી-ઘુંટી કોઈ કે મુજમાં ખોવાયો તું ...
રાહબર માન મને જેના થકી મેળવાયો તું ...
મળ્યો જો રાહબર તો અપનાવી કે કેમ ...?
પ્રેમ ભરી મુલાકાત થઇ
શકે કે કેમ ??
હો રાહબર એને સંઘરવાના ના હોય ...
રાહ બતાવે જે પત્થર એને સાથે લેવાના ના હોય ...
હોય '' વિશ્ર્વાસ ''જો , તો પત્થર પણ મંદિરમાં પૂજાય ..
ને ના હોય વિશ્ર્વાસ તો મનુષ્ય માં પણ ઈશ્વર ના દેખાય ....