#કાવ્યોત્સવ ....
પ્રેમ લાગણી સંબંધ...
સમય...
જેણે બંધ આંખે મન થી મંજિલ જોઈ છે,
તેણે રસ્તા જોવાની જરૂર નહીં,
જેણે કમરકસી મેહનત શરૂ કરી છે,
તેણે હસ્તરેખા જોવાની જરૂર નહીં,
જેણે હારેલા હૃદયે પણ લડવું છે,
તેણે હાર-જીત ની કોઈ પરવા નહીં,
જે પડીપડીને પણ ઉભો થાય છે,
તેણે કોઈ અન્ય સહારાની જરૂર નહીં,
જેનું સ્મિત જ એની પીડાનું ઓસડ છે,
તેને અન્ય કોઈ ............. ની જરૂર નહીં.
#સાંઈ સુમિરન....